Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં PMના પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ:11 મેએ સરદાર ધામ-3નું લોકાર્પણ કરશે, એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો યોજી શકે

    2 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ વડોદરા ખાતે નિર્માણ પામેલ સરદારધામ -3ના લોકાર્પણ માટે આવી રહયા છે. વડાપ્રધાન ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અને ત્યાર બાદ પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ સૌપ્રથમ વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓના આગમન અંગે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. PM વડોદરાના પ્રવાસ દરમિયાન એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો યોજી શકે છે. આજે મ્યુનિસિપલ કમિશનર દવ્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. એરપોર્ટથી સરદારધામ સુધી 3 વિવિધ એજન્સીઓ કામ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ખાતે આગમન થશે અને ત્યારબાદ નેશનલ હાઇવે ઉપર આવેલ સરદારધામ ખાતે પહોંચશે. એરપોર્ટથી સરદારધામ સુધીનો માર્ગ વિવિધ 3 એજન્સીઓના તાબા હેઠળ આવે છે. એરપોર્ટથી હાઇવે સુધીનો માર્ગ વડોદરા મહાનગરપાલિકા હસ્તક આવે છે. હાઇવે ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી અને ત્યારબાદનો વિસ્તાર વુડા હસ્તક લાગે છે. ત્યારે આ ત્રણેય એજન્સીઓ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. હાલમાં દરેક સ્થળોએ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને હાલ વડોદરાનું તંત્ર સજ્જ બન્યું છે. મ્યુનિસિપલ કમિશ્નરે સ્થળ મુલાકાત લઈને અધિકારીઓને સૂચના આપી વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુએ સોમવારે ( 4 મેએ) સ્થળ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ અધિકારીઓને વિવિધ સૂચના આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને શહેરના વિવિધ રૂટની ફિલ્ડ વિઝિટ કરી હતી. આ મુલાકાત દરમિયાન એરપોર્ટથી લઈને હાઈવે સુધીના વિસ્તારોમાં એન્જિનિયરિંગ કરેક્શન, ડ્રેનેજની કામગીરી અને સફાઈ અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા હાઈવે ઓથોરિટી, વુડા અને જિલ્લા પંચાયતના સંકલન સાથે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સફાઈ અભિયાન તેમજ રોડ રસ્તાના સુશોભન ઉપર ભાર મુકાશે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ખાસ કરીને હાઈવેની આસપાસના વિસ્તારો અને સરદારધામ જેવા મહત્વના સ્થળો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શહેરમાં હાલમાં વન ડે વન રોડ સફાઈ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે હેઠળ શહેરના વિવિધ ઝોનમાં સફાઈ અને સુશોભનની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, તળાવો અને હેરિટેજ સ્ટ્રક્ચર્સની જાળવણી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે વડોદરાની જનતાને પણ અપીલ કરી હતી કે તેઓ સફાઈ અભિયાનમાં સહયોગ આપે અને શહેરને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે. આગામી પાંચ દિવસ સુધી આ સઘન કામગીરી ચાલુ રહેશે, જેમાં એન્જિનિયરિંગ અને રૂટ કરેક્શન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કમિશનરની સૂચના બાદ આજથી તાબડતોબ કામગીરી મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથે બેઠક કરીને સૂચના આપવામાં આવી હતી જે બાદ આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.એમ.રાજપૂત દ્વારા પણ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા સરદારધામના સંચાલકો સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી. અને તેઓના કાર્યક્રમ અંગેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા અંગેનું આયોજન કરી દેવામાં આવ્યું છે. પીએમનો રોડ શો યોજાય તેવી શક્યતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની ભવ્ય જીત અને તે ઉપરાંત તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હાયેલી હવ્ય જીત બાદ સૌપ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની જીત બાદ કદાચ તેઓનો આ સૌપ્રથમ જાહેર કાર્યક્રમ છે જેથી આ કાર્યક્રમમાં 30 થી 40 હજાર જનમેદની આવવાની સંભાવનાઓ છે. ત્યારે વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલવા માટે એરપોર્ટથી સરદારધામ સુધી રોડ શો યોજે તેવી પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી. એક બે દિવસમાં નાયબ મુખ્યમંત્રી વડોદરા આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના આયોજન અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક બે દિવસમાં વડોદરા આવશે. તેઓના આવ્યા બાદ પીએમઓમાંથી આવેલા કાર્યક્રમ મુજબ નક્કી થશે કે રોડ શો યોજવો કે કેમ. હર્ષ સંઘવી દ્વારા સમગ્ર કાર્યક્રમ અંગેની સમીક્ષા કરવામાં આવશે. તેઓ સરદારધામના ટ્રસ્ટીઓ, તેમજ જિલ્લાના વહીવટીતંત્ર સાથે પણ બેઠક યોજે તેવી શક્યતાઓ છે. વડાપ્રધાનના આગમનનને લઈને હાલ ભાજપ કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    12 વર્ષના કિશોરે 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યું:પાડોશી સગીરના ઘરે જ દિકરી સાથે શારીરિક અડપલા થયાં; તબિયત લથડતા જાણ થઈ, પોરબંદરનો શરમજનક કિસ્સો
    Next Article
    વડોદરાના કોટના બીચ પર ન્હાવા પડેલા 9 ડૂબ્યા, 2ના મોત:સાતને સ્થાનિકોએ બચાવ્યા, ફાયરે બે મૃતદેહોને બહાર કાઢ્યા; નંદેસરી પોલીસ ઘટનાસ્થળે પહોચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment