Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના કોટના બીચ પર ન્હાવા પડેલા 9 ડૂબ્યા, 2ના મોત:સાતને સ્થાનિકોએ બચાવ્યા, ફાયરે બે મૃતદેહોને બહાર કાઢ્યા; નંદેસરી પોલીસ ઘટનાસ્થળે પહોચી

    2 days ago

    વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર આજે 5મે વહેલી સવારે ન્હાવા ગયેલા 9 વ્યક્તિઓમાંથી બે વ્યક્તિના ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. નંદેસરી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તેને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. અચાનક પાણીમાં ડૂબવા લાગ્યા, બેનાં મોત- 7 બચી ગયા મૃતકોની ઓળખ જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપુત તરીકે થઈ છે. બંને વડોદરા વિસ્તારના વતની હોવાનું જાણવા મળ્યું છે. કોટના બીચ પર ન્હાવા માટે નવ વ્યક્તિઓનું જૂથ પહોંચ્યું હતું. ત્યાં અચાનક પાણીમાં ડૂબવાની ઘટના બની, જેમાં બે વ્યક્તિઓના જીવ ગયા છે જ્યારે અન્ય સાત વ્યક્તિઓને સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે. નવ પૈકી કેટલાકને તરતાં આવડતું હતું, તેથી તેઓએ એકબીજાને પણ બચાવ્યા હતાં. ફાયર વિભાગની ટીમે બંનેની લાશ બહાર કાઢી ઘટનાના સમાચાર મળતાં જ બીચ પર અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થયાની સાથે વડીવાડી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને બંને મૃતકોની લાશોને બહાર કાઢી હતી. મૃતદેહોને નંદેસરી પોલીસને સોંપવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ આ રીતની દુર્ઘટનાઓ સર્જાયેલ છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને બીચ પર સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ આ રીતની દુર્ઘટનાઓ સર્જાયેલ છે. હાલમાં ગરમીનો માહોલ હોવાથી લોકો અહીંયા ન્હાવા માટે જતા હોય છે. આ પણ વાંચો રાજકોટ આજી ડેમમાં ચાર ડૂબ્યા, પિતા-પુત્ર સહિત ત્રણની લાશ મળી 2 મે, 2026ના રાજકોટના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પિતા-પુત્રો સહિત ચાર લોકો ડૂબી જતા ત્રણના મોત નિપજ્યા હતાં. જ્યારે એક ગુમ વ્યક્તિની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોગલ માતાજીના મંદિરે રિક્ષા લઈ દર્શન કરવા આવેલા ચારેય લોકો દર્શન કરી રિક્ષા ધોઈ રહ્યા હતા. આ સમયે રોહિત નામનો યુવાન મોઢુ ધોવા ડેમના કાંઠે જતા અકસ્માતે પાણીમાં ગરકાવ થયો હતો. બૂમાબૂમ થતા અન્ય ત્રણ લોકો પણ એક બાદ એક તેને બચાવવા ડેમમાં કૂદી પડ્યા હતા. ફાયરબ્રિગેડે ત્રણ લાશ બહાર કાઢી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: રાજકોટ ફાયરની 15 લોકોની ટીમને 23 કલાકની જહેમત બાદ રોહિત મળ્યો જામનગરના લાખોટા તળાવમાં બે બાળકોના ડૂબ્યા:ફાયર બ્રિગેડે બંનેની લાશ બહાર કાઢી 23 એપ્રિલ, 2026ના જામનગરના લાખોટા તળાવમાં સવારે ડૂબી જવાથી 2 બાળકોના અકાળે મોત નિપજ્યાં હતા. બાળકો ડૂબ્યા હોવાની જાણ એક નાગરિકે ફાયર બ્રિગેડને કરતાં ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તળાવમાંથી બંને બાળકોના મૃતદેહો શોધીને બહાર કાઢ્યા હતા. બંને બાળકો તળાવ પાસે કેવી રીતે ગયા ને ડૂબ્યા કેવી રીતે, તેની તપાસ પોલીસ કરી છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતક બાળકોના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં PMના પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ:11 મેએ સરદાર ધામ-3નું લોકાર્પણ કરશે, એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો યોજી શકે
    Next Article
    Dahod Unseasonal Rain Update | દાહોદમાં ખાબક્યો કમોસમી વરસાદ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment