Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કબડ્ડીના ચાણક્ય' રણધીર સિંહ સેહરાવત ગુજરાતના મુખ્ય કોચ તરીકે નિયુક્ત:અર્જુન એવોર્ડ વિજેતા સેહરાવત PKLના સૌથી અનુભવી કોચમાંના એક છે

    2 days ago

    પ્રો કબડ્ડી લીગ (PKL)ની આગામી સીઝન પહેલા, અનુભવી કબડ્ડી વ્યૂહરચનાકાર રણધીર સિંહ સેહરાવતને ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. "કબડ્ડીના ચાણક્ય" તરીકે જાણીતા, સેહરાવત લીગના સૌથી અનુભવી કોચમાંના એક છે, જે 2014માં શરૂઆતથી PKL સાથે સંકળાયેલા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમની ટીમે સીઝન-6માં PKLનું ટાઇટલ જીત્યું અને 6 વખત પ્લેઑફમાં પહોંચી. રણધીર સિંહ સેહરાવતના કોચિંગમાં પુરુષ અને મહિલા ટીમે અનેક ચેમ્પિયનશિપ જીતી અર્જુન એવોર્ડી સેહરાવત કબડ્ડી અંગે ખુબ ઉંડો અનુભવ ધરાવે છે. તેમણે ભારતીય રેલવે કબડ્ડી ટીમને પણ કોચિંગ આપ્યું છે, જેમાં પુરુષો અને મહિલા બંને ટીમે અનેક રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં જીત નોંધાવી છે. અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું એક ખેલાડી તરીકે, સેહરાવતે એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ (1988), સાઉથ એશિયન ગેમ્સ (1989) અને (1990) એશિયન ગેમ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેમણે ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ટીમના વાઇસ કેપ્ટન તરીકે સેવા આપી હતી. પોતાની નિમણૂક અંગે વાત કરતાં, સેહરાવતે કહ્યું કે, “પ્રો કબડ્ડી લીગમાં પાછા ફરવાનો મને આનંદ છે અને આ તક માટે હું અદાણી સ્પોર્ટ્સલાઇનનો આભારી છું. ગુજરાત જાયન્ટ્સમાં યુવા પ્રતિભા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે, અને હું ટીમ સાથે કામ કરવા આતુર છું, કારણ કે અમે આ વખતે ટાઇટલ જીતવાનું ટાર્ગેટ રાખીએ છીએ.”
    Click here to Read More
    Previous Article
    'ડેટા કરતા અંતરાત્મા પર વધારે વિશ્વાસ':ગંભીરે નિર્ણય લેવાનું સિક્રેટ ખોલ્યું; સંજુને તક, ધોનીની કમેન્ટ, અર્શદીપના ગુસ્સાનો બચાવ ને રિંકુના બલિદાન પર હેડ કોચે શું કહ્યું!
    Next Article
    વર્લ્ડ કપ ફાઇનલમાં અભિષેક શર્માની ફિફ્ટીથી PAK પ્લેયર ફેન બન્યા:બાસિત અલીએ કહ્યું- કાશ આવા 2-3 ખેલાડી પાકિસ્તાનમાં હોત; આમિરે તેને 'સ્લોગર' કહ્યો હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment