Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાયડ તાલુકાની ત્રણ વર્ષની બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો:હિંમતનગર સિવિલમાં દાખલ કરાઈ, PICUમાં બે દર્દીઓ સારવાર હેઠળ; અત્યાર સુધી 5ના મોત

    20 hours ago

    હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે વધુ એક ત્રણ વર્ષની બાળકીને દાખલ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની આ બાળકીના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલમાં હોસ્પિટલના PICU વિભાગમાં કુલ બે દર્દીઓ સારવાર હેઠળ છે. બાળકીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, શનિવારે, 11 જુલાઈએ, આ બાળકીને શંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરાઈ હતી. તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બાળકીને PICU વિભાગમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 7 કેસ, 5 મૃત્યુ અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ સાત શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી પાંચ દર્દીઓના મોત થયા છે. એક દર્દી સાજો થઈને ઘરે પરત ફર્યો છે, જ્યારે એક દર્દી સારવાર હેઠળ છે. નોંધનીય છે કે સાતમાંથી છ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે રાજસ્થાનનો એક જ કેસ પોઝિટિવ નોંધાયો હતો. વિશેષ આઈસોલેશન વોર્ડમાં બાળકીની સારવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલના વિશેષ આઈસોલેશન વોર્ડમાં બાળકીની સારવાર ચાલી રહી છે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસોને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને દર્દીઓ પર સતત નજર રાખી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પાંચ બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના કોલીખડા ગામની વાડીના કૂવામાંથી મગરનું રેસ્ક્યુ:5.5 ફૂટની મગરને સુરક્ષિત બહાર કાઢી કુદરતી વાતાવરણમાં છોડાઈ
    Next Article
    "Modern Times": Couples In Ecuador Get Married With Their Pets As Witnesses

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment