Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PIની સિંગલ ઓર્ડરમાં બદલી:નરોડા GIDCમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂનું કટીંગ ઝડપ્યા બાદ નરોડા PIની ડિટેન્શન સેન્ટરમાં બદલી, નવા PI મુકાયા

    2 days ago

    અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ સી. વી. નાયકનો ડિટેન્શન સેન્ટર ખાતે બદલીનો ઓર્ડર કરી દીધો છે. નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ડિટેન્શન સેન્ટરમાં ફરજ બજાવતા બી.એમ. કાતરીયાને મૂકવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે સિંગલ ઓર્ડરમાં પીઆઇની બદલી કરી છે જેમાં વહીવટી કારણોસર બદલી દર્શાવવામાં આવી છે. જોકે પોલીસ સૂત્રોના મુજબ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં વિદેશી દારૂનું કટીંગ ઝડપી પાડવામાં આવ્યું હતું. સ્થાનિક નરોડા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી જેથી પોલીસ કમિશનરે બીજા જ દિવસે બદલી કરી હોવાની ચર્ચા છે. SMC એક્ટિવ છેલ્લા 15 દિવસથી રાજ્યના પોલીસવડા જી.એસ મલિકની સીધી દેખરેખ હેઠળની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં દારૂ, જુગાર અને સ્પામાં રેડ કરવામાં આવી રહી છે. જી.એસ મલિક અગાઉ અમદાવાદ પોલીસ કમિશનર રહી ચૂક્યા છે ત્યારે અમદાવાદમાં ચાલતા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને લઈને તેઓ ખૂબ જ માહિતગાર હોવાથી હવે પોલીસવડા બન્યા બાદ અમદાવાદમાં દરોડા પાડવા સ્ટેટ મોનેટરીંગ સેલને ખૂબ જ સક્રિય કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ:આગામી 7 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી, રાજ્યમાં સિઝનમાં સામાન્ય કરતા સરેરાશ એક ટકા ઓછો વરસાદ
    Next Article
    Batwara 1947 Box Office Collection Day 5: Sunny Deol's Film Is At Rs 30 Crore And Counting In India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment