Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ:આગામી 7 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી, રાજ્યમાં સિઝનમાં સામાન્ય કરતા સરેરાશ એક ટકા ઓછો વરસાદ

    2 दिन पहले

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના નિઝરમાં 11 mm (0.43 ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં 10 mm અને નવસારીના ગણદેવીમાં 8 mm વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ આગામી સાત દિવસ વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે 18 અને 19 ઑગસ્ટે માછીમારો પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. એટલે કે 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આગામી પાંચ દિવસની આગાહી આજે 19 ઑગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 25થી 27 ઑગસ્ટે હવામાનમાં મોટો ફેરફાર નહીં 23 અને 24 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે. 24થી 25 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. જ્યારે 25થી 27 ઓગસ્ટ દરમિયાન પણ હવામાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. રાજ્યમાં સિઝનમાં સામાન્ય કરતા સરેરાશ એક ટકા ઓછો વરસાદ અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એકથી બે વખત ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે 1 જૂનથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 593.1 મિમી (23.35 ઈંચ) વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 65.6 મિમી (2.58 ઈંચ) વધુ છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 510.5 mm (20.09) વરસાદ નોંધાયો છે. જો કે સામાન્ય વરસાદ 518 MM (20.39 ઈંચ) હોવા જોઈએ. એટલે રાજ્યમાં આ સિઝનમાં સામાન્ય કરતા સરેરાશ 1 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર પ્રદર્શન-પોલીસ કાર્યવાહી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી:તપાસ માટે હાઈલેવલ કમિટીનો આદેશ જારી કરશે; દિલ્હી પોલીસે સંસદ માર્ચને ગેરકાયદેસર ગણાવી હતી
    Next Article
    PIની સિંગલ ઓર્ડરમાં બદલી:નરોડા GIDCમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂનું કટીંગ ઝડપ્યા બાદ નરોડા PIની ડિટેન્શન સેન્ટરમાં બદલી, નવા PI મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment