Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ પોલીસમાં આંતરિક બદલીઓ:ડુંગરા PI એસ.પી. ગોહિલને GIDCનો હવાલો સોંપાયો

    3 days ago

    વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જિલ્લામાં આંતરિક બદલીના આદેશો કર્યા છે. આ અંતર્ગત ડુંગરા પોલીસ મથકના પીઆઈ એસ.પી. ગોહિલને વાપી GIDC પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવી છે. વાપી GIDCના પીઆઈ અમીરાજસિંહ રાણાની સુરત ગ્રામ્ય ખાતે બદલી થતાં આ જગ્યા ખાલી પડી હતી. આ બદલીઓ વલસાડ જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને વહીવટી કારણોસર કરવામાં આવી છે. પીઆઈ ગોહિલની નિમણૂક બાદ ડુંગરા પોલીસ મથક ખાતે ગત ગુરુવારે રાત્રે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહમાં પોલીસ સ્ટાફ અને વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીઆઈ ગોહિલના કાર્યકાળમાં થયેલી પ્રજાલક્ષી કામગીરી અને ગુનાખોરી ડામવા માટેના પ્રયાસોને સૌએ બિરદાવ્યા હતા. પીઆઈ એસ.પી. ગોહિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "સ્થાનિક લોકો અને પોલીસ સ્ટાફના સહકાર વગર સારી કામગીરી શક્ય નથી." કાર્યક્રમના અંતે સાથી કર્મચારીઓ અને અગ્રણીઓ દ્વારા પીઆઈ ગોહિલ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને આતશબાજી પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ, સુરતમાં ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે:ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા બે ફોર્મ ભરવાના રહેશે, વડોદરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનર લાગ્યા
    Next Article
    જામનગરમાં વાતાવરણમાં એકાએક પલટો:સવારથી અમીછાંટણા શરૂ, ઉનાળામાં ચોમાસા જેવો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment