Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં જુગાર દરોડા દરમિયાન PIએ હવામાં ફાયરિંગ કર્યું:ટોળાએ ઘેરાવ કરતા કોલીવાળા વિસ્તારમાં તંગદિલી, જુગારીઓ નાસી છૂટ્યા, બે FIRની તજવીજ શરૂ

    14 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના કોલીવાળા વિસ્તારમાં મંગળવારે સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા જુગાર ક્લબ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ભારે હંગામો સર્જાયો હતો અને ટોળાએ ઘેરાવ કરતા SMCના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. સીસોદીયાએ કાયદો-વ્યવસ્થા જાળવવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. SMCની ટીમ કોલીવાળા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવા પહોંચી હતી. કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા અને ટોળું કાબૂ બહાર જવાની સ્થિતિ સર્જાતા PI સીસોદીયાએ ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના અવાજથી સમગ્ર કોલીવાળા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વેરાવળ શહેર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવીને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. દરોડા દરમિયાન જુગારમાં સંડોવાયેલા કેટલાક શખ્સો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જોકે, પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. SMCના PI જે.એચ. સીસોદીયાએ આ બનાવની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, જુગાર અંગેની કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળાં એકત્ર થતાં કાયદો-વ્યવસ્થા જાળવવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં જુગારનો ગુનો તેમજ પોલીસની ફરજમાં રુકાવટ અંગે બે અલગ-અલગ FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સવારના 8 વાગ્યા સુધી પણ FIR નોંધાઈ નથી. હુમલાના પ્રયાસમાં કોણ-કોણ સંડોવાયેલું હતું અને કેટલા લોકો સામે ગુનો નોંધાશે તે અંગેની વધુ વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં કાકા-ભત્રીજા પર 4 રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, CCTV:બાઈક ચલાવવા બાબતે ઝઘડો થતાં શખસે પિતાને હથિયાર સાથે બોલાવ્યાં; મૃતકનો પરિવાર પોલીસ વિભાગ સાથે જોડાયેલો
    Next Article
    Senator vs Mbappe Battle Gets Uglier, France Star Called "Son Of A B****"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment