Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાનો આર્કિટેક્ટ બન્યો સાયબર માફિયા:PIની ખોટી ઓળખ આપી કરોડોની ઠગાઈ, ડિજિટલ એરેસ્ટના બે કેસમાં પણ સંડોવણી; આરોપી બ્રિજેશ પટેલની ધરપકડ

    9 hours ago

    વડોદરા શહેરમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપીને નાગરિકોને વીડિયો કોલ કરી મની લોન્ડરિંગ, સીબીઆઈ અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી 2.04 કરોડ રૂપિયાની છેતરપિંડીના ચાર ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા કુખ્યાત આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે વાસદ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો હતો. અકોટા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીએ આર્કિટેકનો અભ્યાસ કરેલો છે અને હાલ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. જોકે રાતોરાત કરોડપતિ બનવા માટે સાયબર ક્રાઇમની દુનિયામાં પગ મૂક્યો હતો. પોલીસે આરોપી બ્રિજેશ પટેલને ઝડપી પાડ્યો વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી કે, અકોટા અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી બ્રિજેશ રામચંદ્ર પટેલ વાસદ ટોલ નાકા પાસેથી પસાર થવાનો છે, જેના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો. ઝડપાયેલા આરોપી બ્રિજેશ રામચંદ્ર પટેલ (રહે. નીલકંઠ રેસીડેન્સી, મકરપુરા, વડોદરા)ની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. PIની ખોટી ઓળખ આપી લોકો પાસેથી નાણાં પડાવતો આ આરોપી વડોદરા ઉપરાંત કચ્છ જિલ્લાના આદીપુર અને ગાંધીધામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ સક્રિય હતો. તે પોલીસ ઈન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપીને લોકોને જુદા-જુદા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી ભય ઊભો કરતો હતો અને સાયબર ફ્રોડ આચરી નાણાં પડાવતો હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ કેસો અંગે વધુ તપાસ માટે આરોપીને અકોટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પરિચિતો અને કંપનીના નામે અલગ-અલગ બેંક ખાતા બોલાવ્યા આરોપી વિરુદ્ધ આચરવામાં આવેલા ગુનાઓની વિગત જોઈએ તો, અકોટા અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વ આયોજિત સંગઠિત ગુનાહિત કારતરુ રચવામાં આવી હતી. ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન ઠગાઈ કરવા માટે પોતાના જ પરિચિતો અને કંપનીના નામે અલગ-અલગ બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા. આ બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા તથા અનઓથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા માટે કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગ, સીબીઆઈ અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી આ ઉપરાંત, કચ્છ જિલ્લાના આદીપુર અને ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓ દ્વારા નાગરિકોને ફોન કરી તેઓનું પાર્સલ મુંબઈ એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા સીઝ થયું હોવાનું કહેવામાં આવતું. ત્યારબાદ પોતાની ઓળખ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે આપી વીડિયો કોલ દ્વારા મની લોન્ડરિંગ, સીબીઆઈ અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી ઓનલાઈન બળજબરીથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા અને ફરિયાદીઓને વારંવાર માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું. કોઈ ફ્રોડનો શિકાર બનો તો 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવો: ACP આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ ACP મયુરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પોલીસ ક્યારેય કોઈને ડિજિટલી અરેસ્ટ કરતી નથી. જેથી આવા કોઈના ડરમાં આવવાની જરૂર નથી. લીગલ પ્રોસેસના ચોક્કસ ક્રાઈટેરિયા હોય છે. વધુમાં, રોકાણ કરવા માટે માત્ર સેબી રજીસ્ટર્ડ વેબસાઈટ કે પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો જોઈએ અને જો કોઈ ફ્રોડનો શિકાર બને તો તુરંત જ 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    છાણી વિસ્તારમાં તસ્કરોનો આંતક, ચોર ત્રિપુટી CCTVમાં કેદ:પરિવાર સુરત ગયો ને તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડ્યું, સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ₹5.52 લાખની ચોરી
    Next Article
    'Uddhav Thackeray Unreachable, Ajit Pawar Worked During Covid': Amit Shah

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment