Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છાણી વિસ્તારમાં તસ્કરોનો આંતક, ચોર ત્રિપુટી CCTVમાં કેદ:પરિવાર સુરત ગયો ને તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડ્યું, સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ₹5.52 લાખની ચોરી

    9 hours ago

    વડોદરા શહેરના છાણી વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. પરિવાર સુરતમાં મામાના ઘરે ગયો હતો, ત્યારે તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરના કબાટો ફેંદી નાખ્યા હતા અને સોના-ચાંદીના દાગીના સહિત 5.52 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 12 નવેમ્બરે સુરતમાં રહેતા મામાના ઘરે જવા નીકળ્યા વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ નાની કાછિયાવાડમાં રહેતા શન્ની પરસોતમભાઈ પટેલ (ઉં.વ.30) ધર્માદા શોપિંગ સેન્ટરમાં 'પ્રેરણા' નામે કપડાંની સિલાઈની દુકાન ચલાવે છે. તેઓ પરિવાર સાથે તા.12 નવેમ્બરના રોજ સુરત ખાતે રહેતા મામાના ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન મકાનને તાળું મારી પરિવાર સુરત ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરમાં ઘુસ્યા હતા. પાડોશીએ ફોન કરી કહ્યું ઘરનું તાળું તૂટેલું છે 15 નવેમ્બરે વહેલી સવારે પાડોશમાં રહેતા મિત્રનો ફોન આવ્યો હતો કે, તેમના ઘરના દરવાજાનું તાળું તૂટેલું છે, લાઇટો ચાલુ છે અને ઘરની અંદર સામાન વેરવિખેર પડ્યો છે. આ જાણ થતાં શન્નીભાઈએ પરિવારને જાણ કરી હતી, જેથી સુરતથી ટ્રેન મારફતે વડોદરા પરત આવી તપાસ કરતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું અને નકૂચો તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા. ટીવી નીચેના ડ્રોઅરમાંથી પર્સના કાગળો બહાર ફેંકેલા ઘરમાં પ્રવેશ કરતાં હોલમાં રહેલા કપડાના કબાટમાંથી કપડાં વેરવિખેર પડ્યાં હતાં. પુત્રની સ્કૂલ બેગ પણ ફંફોસવામાં આવી હતી, જ્યારે ટીવી નીચેના ડ્રોઅરમાંથી પર્સના કાગળો બહાર ફેંકેલા હતા. ત્યારબાદ અગાસી પરના રૂમમાં તપાસ કરતાં ત્યાંના દરવાજાનું તાળું અને નકૂચો પણ તૂટેલા હતા. 58.5 ગ્રામ સોના અને 1525 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કબાટ ખોલીને પત્નીના ઘરેણાં, સાડીઓ, ડ્રેસ અને અન્ય કપડાં વેરવિખેર કરી નાખવામાં આવ્યાં હતાં. તસ્કરો ઘરમાંથી આશરે 58.5 ગ્રામ સોનાના દાગીના, 1525 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડા રૂ.40 હજાર મળી રૂ.5.52 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વેપારીએ છાણી પોલીસ સ્ટેશનમાં તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને છાણી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેરગામના ડેબરપાડામાં 832 દારૂની બોટલો સાથે કાર ઝડપાઈ:રૂ. 3.82 લાખનો મુદ્દામાલ જપ્ત; ત્રણ શખ્સો વોન્ટેડ જાહેર
    Next Article
    વડોદરાનો આર્કિટેક્ટ બન્યો સાયબર માફિયા:PIની ખોટી ઓળખ આપી કરોડોની ઠગાઈ, ડિજિટલ એરેસ્ટના બે કેસમાં પણ સંડોવણી; આરોપી બ્રિજેશ પટેલની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment