Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિકની સમસ્યા નિવારવા જૂનાગઢ પોલીસ મેદાને:મુખ્ય બજારોમાં PIએ કાફલા સાથે પગપાળા પેટ્રોલિંગ કરી આડેધડ પાર્કિંગ કરનારાઓને ખખડાવ્યા

    3 days ago

    જૂનાગઢ શહેરના હાર્દ સમાન વ્યાપારી વિસ્તારોમાં લાંબા સમયથી માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આજે જૂનાગઢ પોલીસ 'એક્શન મોડ'માં જોવા મળી હતી. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સંજય દેસાઈ અને તેમની ટીમે શહેરના મુખ્ય માર્ગો પર આકસ્મિક ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેનાથી નિયમભંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વ્યસ્ત વિસ્તારોમાં પોલીસની લાલ આંખ પોલીસ કાફલાએ આઝાદ ચોકથી શરૂ કરીને પોસ્ટ ઓફિસ રોડ, દાણાપીઠ સર્કલ અને ચોક માલીવાડા જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારોમાં પગપાળા પરિભ્રમણ કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન રસ્તાની વચ્ચે અથવા 'નો-પાર્કિંગ' ઝોનમાં અડચણરૂપ રીતે ઊભેલા વાહનોના માલિકો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. અનેક વાહનચાલકોને સ્થળ પર જ ચેતવણી આપવામાં આવી હતી કે જો ફરીથી આ પ્રકારે આડેધડ પાર્કિંગ કરવામાં આવશે, તો વાહન ડિટેઈન કરવા સુધીની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિકતા: દંડ નહીં, પણ જનજાગૃતિ આ ઓપરેશન અંગે વિગતો આપતા પીઆઈ સંજય દેસાઈએ જણાવ્યું હતું કે, બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓને ટ્રાફિકને કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવી એ અમારી પ્રાથમિકતા છે. માત્ર દંડ વસૂલવાને બદલે લોકોમાં ટ્રાફિક સેન્સ આવે અને તેઓ શિસ્તબદ્ધ રીતે વાહન પાર્ક કરે તે હેતુથી આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કાર્યવાહી વધુ કડક બનશે પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને રસ્તા પર દબાણ કરનારાઓ સામે કાયદાનો સકંજો વધુ કડક કરવામાં આવશે. પોલીસની આ સક્રિયતાને પગલે આજે બપોર બાદ જૂનાગઢના મુખ્ય બજારોના રસ્તાઓ પ્રમાણમાં મોકળા અને વ્યવસ્થિત જોવા મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટાટા હેરિયરમાંથી શેર બજારનો વ્યવસાય કરતા શખ્સની લાશ મળી:સાયન્સ સિટી રોડના હેતાર્થ પાર્ટી પ્લોટ પાસેથી મૃતદેહને પીએમમાં ખસેડાયો, અમદાવાદમાં 7 દિવસમાં બીજી લાશ મળી
    Next Article
    How The Epstein Files Dogged Pam Bondi's Tenure As Attorney General

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment