Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીના બે લોકપ્રિય PIની બદલી:પોલીસ જવાનો અને સ્થાનિકોએ ભાવભીની વિદાય આપી

    8 hours ago

    વાપીના બે પોલીસ અધિકારીઓ, PI અમીરાજસિંહ રાણા અને PI મયુર પટેલની બદલી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના 7 PIની બદલીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. વાપી GIDC પોલીસ મથકના PI રાણા અને વાપી ટ્રાફિક પોલીસ મથકના PI પટેલને પોલીસ જવાનો અને સ્થાનિકો દ્વારા વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારોહ દરમિયાન પોલીસ જવાનોએ અધિકારીઓ પર પુષ્પવર્ષા કરી હતી. વાપી GIDC મથકે PI અમીરાજ રાણા માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તેમને સાફો પહેરાવી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ તેમને ફૂલોથી શણગારેલી જીપમાં બેસાડી, ઢોલ-નગારાના તાલે વિદાય અપાઈ હતી. PI અમીરાજસિંહ રાણાની બદલી વાપી GIDC થી સુરત રૂરલ ખાતે કરવામાં આવી છે. જ્યારે PI મયુર પટેલની બદલી વાપી ટ્રાફિક પોલીસ મથકથી ગાંધીનગર ખાતે થઈ છે. બદલીના સમાચાર બાદ પોલીસ મથકને ફુગ્ગા અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સાથી કર્મચારીઓએ જણાવ્યું કે આ અધિકારીઓએ તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સ્ટાફ સાથે પણ સારો વ્યવહાર રાખ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પિતાએ મારી સામે માતાના પેટમાં છરી મારી:એમ્બ્યુલન્સને ફોન પણ ના કરવા દીધો, થલતેજમાં પત્નીએ 200 રૂપિયા ના આપતા પતિએ વાળ પકડીને મારામારી કરી, બાળકો રડ્યા
    Next Article
    UK Conservatives Echo Trump's Rhetoric To Push For North Sea Drilling

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment