Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઈટાલિયા Ph.D. કરશે, પહેલાં નંબરે સિલેક્ટ:કાયદાનો વિદ્યાર્થી ખેતી અને ખેડૂતોનું સંશોધન કરશે, MLAએ કહ્યું - ખેડૂતોને બંધારણીય અધિકારો અપાવા મહાશોધ નિબંધ લખીશ

    8 hours ago

    તાજેતરમાં જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાયેલી લો વિષયની Ph.D. પ્રવેશ પરીક્ષામાં સૌથી વધુ 88.04 માર્ક મેળવીને આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ એડમિશન મેળવ્યું છે. તેઓ 'ટકાઉ ખેતી અને ખેડૂત કલ્યાણ માટે બંધારણીય માળખું' વિષય પર મહાશોધનિબંધ તૈયાર કરશે, જેમાં ભારત અને વિશ્વના અન્ય દેશોના બંધારણીય માળખાનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે. આઝાદીના 79 વર્ષ બાદ પણ ભારતના બંધારણમાં ખેતી અંગે માત્ર માર્ગદર્શિકા સ્વરૂપે જોગવાઈઓ હોવાથી, ખેડૂતોને સ્પષ્ટ બંધારણીય અધિકારો અપાવવા અને તેમના કલ્યાણ માટેના સૂચનોનો અહેવાલ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને સોંપવો એ આ સંશોધનનો મુખ્ય હેતુ છે. ગોપાલ ઈટાલિયાએ ભાસ્કરને કહ્યું હતું કે, હું વિશ્વના દેશોના બંધારણીય માળખાનો તુલનાત્મક અભ્યાસ કરીશ. જેમાં ત્રણ મુખ્ય બાબતો છે. પ્રથમ ખેતી અને ખેડૂત, બીજું ભારતનું બંધારણ અને ત્રીજું વિશ્વનું બંધારણ. ભારતના બંધારણમાં ખેતી અને ખેડૂત માટે શું જોગવાઈ છે. આપણો દેશ ખેતી પ્રધાન છે. ખેતી એ ભારતનું મહત્વપૂર્ણ પરિબળ છે પરંતુ ભારતના બંધારણમાં ખેતીને લઇને કોઈ સ્પષ્ટ વાત નથી. 'ખેડૂત સમસ્યાઓથી પીડાય છે, કંઈ બોલી શકતો નથી' તેને વધુમાં જણાવ્યું હતું કે, સરકારી નોકરીયાત હોય તો તે કહી શકે છે કે આ મારો બંધારણીય અધિકાર છે પરંતુ ખેડૂત તે કહી શકતો નથી. કારણ કે ખેડૂત અને ખેતી માટેની જે કોઈ પણ જોગવાઈઓ છે તે તમામ માર્ગદર્શિકાના સ્વરૂપમાં છે. જેથી કોઈ રાજ્ય સરકાર તેની અમલવારી કરે છે અને કોઈ રાજ્ય સરકાર તેની અમલવારી કરતું નથી. જેને લીધે ખેડૂત અલગ અલગ સમસ્યાઓથી પીડાય છે પરંતુ તે કંઈ બોલી શકતો નથી. 'સંશોધનનો અહેવાલ ગુજરાત સરકાર અને ભારત સરકારને સુપરત કરીશ' ઈટાલિયાએ કહ્યું કે, મારો પીએચ.ડી.નો વિષય ટકાઉ ખેતી અને ખેડૂત કલ્યાણ એટલા માટે છે કે હું ભારતના બંધારણમાં ખેડૂતને બંધારણીય અધિકાર અપાવવા માગુ છું. જેથી કોઈપણ પક્ષની સરકાર આવે કે જાય તો તેને આ અધિકારો ખેડૂતોને ફરજિયાતપણે આપવા પડે. મારું Ph.D.નું સંશોધન કાર્ય પૂર્ણ થશે ત્યારબાદ મેં કરેલા સંશોધનનો અહેવાલ ગુજરાત સરકાર અને ભારત સરકારને સુપરત કરીશ. જેની અમલવારી થતા ખેડૂતોને તેના બંધારણીય અધિકારો મળી રહે. જનતાના પ્રતિનિધિ તરીકે દરેક મંત્રીઓ અને નેતાઓએ અભ્યાસ કરતો રહેવો જોઈએ. જેનો જનતા અને સમાજ બંનેને લાભ થશે. ઈટાલિયાએ સૌથી વધુ 86 માર્ક મેળવીને પ્રથમ ક્રમ મેળવ્યો જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, લો વિષયમાં Ph.D. કરવા માટે ગત તા.16 ઓગસ્ટના 91 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી. જે રિટર્ન ટેસ્ટનું પરિણામ 31 ઓગસ્ટના જાહેર થયું. જેમાં ગોપાલ ઈટાલિયાએ સૌથી વધુ 86 માર્ક મેળવ્યા હતા. જેના 70% ગુણ ગણવામાં આવ્યા હતા. જે બાદ વાયવા ગોઠવાયો. જેમાં લો ના ચેરમેન અને અન્ય યુનિવર્સિટીના 2 એક્સપર્ટની હાજરીમાં DRC એટલે કે ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટી બેઠક મળી આને તેમાં ઉચ્ચ ગુણે ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા. જેમાં વિદ્યાર્થીઓની પ્રપોઝલ ચકાસી તેને તેના સંશોધનના વિષય અંગે પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા. જે બાદ લેખિત પરીક્ષા અને મૌખિક વાયવાના આધારે પરિણામ જાહેર થયું અને 2 સીટ પર ઈટાલિયા પ્રથમ ક્રમે રહ્યા. જ્યારે બીજા ક્રમે વિદ્યાર્થિની હતી. એક મહિનાનો કોર્સ વર્ક અને 3 વર્ષમાં મહાશોધ નિબંધ તૈયાર તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગોપાલભાઈ ધારાસભ્ય હોવા છતાં એક વિદ્યાર્થી તરીકે અહીં પરીક્ષા આપવા માટે આવ્યા હતા તેમની સાથે કોઈપણ પ્રકારનો સિક્યુરિટીનો કાફલો ન હતો. સામાન્ય વિદ્યાર્થીઓની જે રીતે પ્રવેશ પરીક્ષા માટેની રસીદ અને આઈડી પ્રુફ ચકાસીએ તે રીતે જ MLA ગોપાલભાઈના ડોક્યુમેન્ટ પણ ચકાસવામાં આવ્યા હતા. તેઓ હવે અહીં એક માસનો કોર્સ વર્ક કરશે અને ત્યારબાદ 3 વર્ષમાં મહાશોધ નિબંધ તૈયાર કરશે. જેમાં પ્લેગેરીઝમ એટલે કે મહાશોધ નિબંધમાં સાહિત્યિક ચોરી કરી છે કે નહીં તે ચકાસવામાં આવશે. જે બાદ બહારની યુનિવર્સિટીના એક્સપર્ટની તપાસણી અને ફાઈનલ વાયવા બાદ તેમના પીએચ.ડી.ના મહાશોધ નિબંધને માન્ય ગણી ગોપાલભાઈને Ph.D.ની ડિગ્રી એનાયત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત અમૂક યુનિવર્સિટીઓ Ph.D. પ્રવેશ પરીક્ષા લેતી જ નથી! રાજ્યમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ નામનો કોમન એક્ટ છે આમ છતાં પણ એક પણ યુનિવર્સિટીઓમાં કોમન નિયમો જોવા મળતા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની કેટલીક સરકારી યુનિવર્સિટીઓમાં પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. NET (નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ) પાસ કરી હોય તે વિદ્યાર્થીઓ જ પીએચ.ડી. કરી શકે તે પ્રકારનો નિયમ બનાવવામાં આવ્યો છે. UGCના રેગ્યુલેશનના બહાના હેઠળ પ્રવેશ પરીક્ષા ન લઈ અનેક વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજકીય નેતાઓ પ્રવેશ પરીક્ષા પાસ કરી પીએચ.ડી.કરી રહ્યા છે. રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા આપી પાસ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    ડિજિટલ ફ્રોડથી બચવા ટ્રાફિક પોલીસની પહેલ:હવે મોબાઈલ નંબર અપડેટ કરવા RTOના ધક્કા નહીં ખાવા પડે, પરિવહન એપમાં નવું ફીચર શરૂ
    Next Article
    "We May Hit Pickaxe Very Soon": Trump's Fresh Threat On Iran Nuke Site

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment