Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદરીયાણા PHC હેઠળના ગામોમાં પોર્ટેબલ X-Ray કેમ્પ:100 દિવસના અભિયાનને ગ્રામજનોનો સારો પ્રતિસાદ મળ્યો

    1 week ago

    પાટડી તાલુકાના આદરીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ધામા અને ફતેપુર ગામોમાં "ઘર આંગણે મળી સેવા" 100 દિવસના અભિયાન અંતર્ગત પોર્ટેબલ X-Ray સેવાયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ અભિયાન સુરેન્દ્રનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી.જી. ગોહિલ અને DTO ડૉ. ચેતનભાઈ પટેલની સૂચના તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બી.પી. સિંઘના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ આ 100 દિવસના અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં પોર્ટેબલ X-Ray મશીન દ્વારા આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાનો છે. આ અભિયાન અંતર્ગત ગામલોકોને તેમના ગામમાં જ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેનાથી તેમનો સમય અને મુસાફરીનો ખર્ચ બચી રહ્યો છે. ધામા ગામે યોજાયેલા કેમ્પમાં કુલ 118 લાભાર્થીઓના છાતી અને ફેફસાં સંબંધિત X-Ray કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તમામ લાભાર્થીઓની ડાયાબિટીસ, બ્લડ પ્રેશર (BP) અને કેન્સરની પ્રાથમિક તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી. શંકાસ્પદ કેસોના 59 TrueNat સેમ્પલ પાટડીની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તેવી જ રીતે, ફતેપુર ગામે યોજાયેલા કેમ્પમાં કુલ 124 લાભાર્થીઓએ X-Ray સહિતની આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. અહીં પણ ડાયાબિટીસ, BP અને કેન્સરની પ્રાથમિક તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી, અને 6 TrueNat સેમ્પલ SDH પાટડી ખાતે તપાસ માટે લેવામાં આવ્યા હતા. આ સમગ્ર અભિયાનને MPHS કશ્યપસિંહ રાઠોડ અને STS તરૂણભાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ CHO, MPHW, FHW, આશા ફેસિલિટેટર અને આશા બહેનો દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું. આ પ્રયાસો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવી લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ ગામમાં જ ઉપલબ્ધ થયેલી આ સુવિધાઓ માટે આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Microsoft may spin off Xbox as gaming business faces strategic overhaul
    Next Article
    વડનગરના હાટકેશ્વર મંદિરના કહેવાતા ટ્રસ્ટીઓને રાતોરાત દૂર કરી વહીવટદાર નિમાયા:ચેરિટી કમિશનર કચેરીએ રાત્રે બે વાગ્યે મંદિરનો કબજો લીધો,1993થી રેકોર્ડ પર કોઈ ટ્રસ્ટી જ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment