Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય મંત્રીએ અલીપોર PHCની ઓચિંતી મુલાકાત લીધી:મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કામગીરી જોઈ સંતોષ વ્યક્ત કર્યો; સ્ટાફ અને ડોક્ટરોને સન્માનિત કર્યા

    7 hours ago

    રાજ્યમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે મંત્રીઓ હવે ગ્રાઉન્ડ ઝીરો પર સક્રિય બન્યા છે. આના ભાગરૂપે, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે જતા સમયે નવસારીના હાઈવે પર આવેલી અલીપોર PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ની અચાનક મુલાકાત લીધી. તેમણે ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું. મુલાકાત દરમિયાન મંત્રીએ PHC સેન્ટરની સુવિધાઓ, સ્ટાફનું વિનયી વર્તન અને સ્વચ્છતા જોઈ સંતોષ વ્યક્ત કર્યો. તેમણે ખુશી સાથે સ્ટાફ અને ડોક્ટરોના વખાણ કર્યા. નિરીક્ષણ બાદ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ PHC બહાર જ તમામ સ્ટાફ અને ડોક્ટરોને એકઠા કરી સન્માનિત કર્યા. આ પ્રસંગે તેમણે પોતાનો અનુભવ જણાવ્યો. મંત્રીએ કહ્યું કે, 'આજે હું નેશનલ હાઈવે પર ચીખલીના કાર્યક્રમમાં જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં આલીપોર આરોગ્ય મંદિર (PHC સેન્ટર) ખાતે કોઈને પણ અગાઉથી જાણ કર્યા વગર અચાનક પહોંચ્યો. મેં જોયું તો તમામ રૂમ એકદમ સ્વચ્છ હતા, દવાઓ વ્યવસ્થિત ગોઠવાયેલી હતી અને એક પણ જગ્યાએ ગંદકી નહોતી. સ્ટાફનો વિનય અને વિવેક જોઈને મારા આ આરોગ્ય પરિવાર પર મને ગર્વ થયો છે.' વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, 'હું હંમેશાં એવું ઈચ્છું છું કે મારે ક્યારેય કોઈને દંડ આપવો ન પડે, પરંતુ માત્ર સન્માન કરવાનો અવસર મળે. હાલમાં આપણા ગુજરાતના ૧૦,૦૦૦ જેટલા PHC, CHC અને હોસ્પિટલો આ પ્રકારે સ્વચ્છ અને ઉત્તમ બની રહી છે.' તેમણે કહ્યું કે, 'પટાવાળાથી લઈને સર્જન સુધીના તમામ લોકો જ્યારે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે, ત્યારે તેમના ઉત્સાહ વધારવા માટે સન્માન કરતા મને જરાય નાનપ નથી લાગતી. હું અમારા દરેક ડોક્ટર અને સ્ટાફની સરાહના કરીશ.'
    Click here to Read More
    Previous Article
    વલસાડની જોધપુર સ્વીટ્સમાં ફૂડ વિભાગની કાર્યવાહી:સ્ટ્રોબેરી બરફી અને કચોરીના નમૂના લીધા, 6.5 લીટર તેલ અને 5 કિલો બેકરી પ્રોડક્ટ્સનો નાશ
    Next Article
    અમરેલીમાં કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજી:જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment