Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેલા PHC ખાતે 27 સગર્ભાઓની તપાસ:પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો

    8 घंटे पहले

    અમીરગઢ તાલુકાના સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત એક વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં કુલ 27 સગર્ભા મહિલાઓની મફત અને સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં બ્લડ પ્રેશર, વજન, ઊંચાઈ, પેટની તપાસ અને વિવિધ લેબોરેટરી પરીક્ષણોનો સમાવેશ થતો હતો. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જોખમી ગર્ભાવસ્થાને ઓળખીને જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવાનો હતો. તપાસ બાદ તમામ મહિલાઓને આયર્ન અને કેલ્શિયમની ગોળીઓનું વિતરણ પણ કરાયું હતું. પૂરક આહાર તરીકે, સુરેલા PHCના AAM કંસારા ખાતે ફરજ બજાવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (MPHW) અભુ ચૌધરી દ્વારા દરેક સગર્ભા માતાને અડધો ડઝન કેળા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, AAM અજાપુર મોટા ખાતે ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) ઓમ પ્રકાશ ગેહલોત દ્વારા માતાઓને બિસ્કિટનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન અમીરગઢના તાલુકા આરોગ્ય અધિકારીના આદેશ અને મેડિકલ ઓફિસર ડૉ. સુરેશ પરમારના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. PHC સુરેલાના MPHS જીતુભાઈ પરમાર, સ્ટાફ બ્રધર આકાશભાઈ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરેલાના તમામ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પૂરમાં સંપર્ક નહીં તૂટે, ડેમો પર વાયરલેસ સેટ લગાવાયા:1284 તળાવો, 840 ચેકડેમો પર દેખરેખ, નીચાણવાળા વિસ્તારમાંથી પાણી નિકાલ માટે 30 હાઈ કેપેસીટી ડીવોટરીંગ પંપ તૈયાર
    Next Article
    થાનગઢના ખાખરાથળમાં જુગારધામ ઝડપાયું:પોલીસે એક આરોપીને ઝડપી 7 સામે ગુનો નોંધ્યો, 50 હજારનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment