Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-પાટણ પાલિકા પર PGVCLના ₹1.55 કરોડ વીજબિલ બાકી:7 દિવસમાં ચુકવણી નહીં થાય તો પાણી-સ્ટ્રીટ લાઈટ કનેક્શન કપાશે, પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ

    22 hours ago

    વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની વહીવટી અને નાણાકીય શિથિલતા ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરની પ્રાથમિક સુવિધાઓ જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તે જ નગરપાલિકા લાખો રૂપિયાનું વીજ બિલ ભરવામાં નિષ્ફળ રહી છે. PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, નગરપાલિકા પાસે પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ અને અન્ય વ્યાપારિક જોડાણો પેટે કુલ 155.93 લાખ રૂપિયા એટલે કે ₹1.55 કરોડની માતબર રકમ લેણી નીકળે છે.ત્યારે વીજકનેક્શન કપાતા લોકોને પાણી, સ્ટ્રીટલાઈટ સહિતની સેવાઓ તંત્રના વાંકે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેથી પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે. વારંવારની નોટિસ છતાં તંત્રની ઉદાસીનતા PGVCL વેરાવળ વિભાગીય કચેરીના જણાવ્યા અનુસાર, આ બાકી રકમની વસૂલાત માટે નગરપાલિકા તંત્રને અગાઉ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, પાલિકા તંત્ર દ્વારા બિલની ચુકવણી બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ લાપરવાહીને પગલે હવે વીજ કંપનીએ કડક વલણ અપનાવવાની ફરજ પડી છે. 7 દિવસનું અલ્ટીમેટમ PGVCLના કાર્યપાલક ઈજનેરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે 12 માર્ચ 2026થી આગામી 7 દિવસની અંદર જો બાકી લેણાંની ભરપાઈ કરવામાં નહીં આવે, તો નગરપાલિકા હસ્તકના તમામ મહત્વના વીજ જોડાણો કાપી નાખવામાં આવશે. આ કડક કાર્યવાહીના કારણે પાણી-સ્ટ્રીટલાઈ સહિતની સેવાને અસરો થઈ શકે છે: પાણી પુરવઠો: વોટર વર્ક્સના જોડાણો કપાતા આખા શહેરમાં પાણીની તંગી સર્જાઈ શકે છે. સ્ટ્રીટ લાઈટ: રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારો અંધકારમાં ગરકાવ થઈ શકે છે. જાહેર સેવાઓ: અન્ય સરકારી અને વહીવટી જોડાણો કપાતા જનતાના કામો અટકી શકે છે. નાગરિકોમાં રોષ અને ચિંતા નગરપાલિકાની આ નિષ્ફળતાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વેરો નિયમિત ભરવા છતાં તંત્રની આંતરિક બેદરકારીનો ભોગ સામાન્ય જનતાએ કેમ બનવું? જો આગામી સપ્તાહમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે, તો વેરાવળ-પાટણની જનતાએ પીવાના પાણી અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો માટે વલખાં મારવા પડશે. હવે જોવાનું એ રહે છે કે આ અંતિમ ચેતવણી બાદ નગરપાલિકા જાગે છે કે પછી શહેરને હાલાકીનો સામનો કરવો પડે છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર ગુરુકુળમાં વાર્ષિક પુરસ્કાર સમારોહ:1500 વિદ્યાર્થીઓને વિવિધ સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા
    Next Article
    પેથાપુરમાં જૈન પ્રથમ તીર્થંકર આદિનાથનો જન્મ કલ્યાણક ઉજવાયો:સ્વપ્નવિલા ખાતે ભક્તામ્બર સ્તોત્ર વિધાન અને ધાર્મિક પ્રશ્ન મંચ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment