Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ગાઠીયાઓના નિશાને સરકારી કચેરીઓ:PGVCL MDના નામે પૈસા માંગતા અધિકારીએ 45 લાખનું પેમેન્ટ કરી નાખ્યું, RUDAના CEOના નામે પણ 30 લાખ માંગી સાયબર ફ્રોડનો પ્રયાસ

    20 hours ago

    રાજકોટમાં સરકારી અધિકારીઓના નામે લાખો રૂપિયા પડાવતી સાયબર ગુનેગારોની ગેંગ સક્રિય થઈ છે. છેલ્લા બે દિવસમાં PGVCL અને રૂડા (RUDA) જેવી મોટી સરકારી કચેરીઓને નિશાન બનાવીને સાયબર ગઠિયાઓ રુપિયા પડાવી રહ્યા છે. 4મેએ PGVCLના MDના નામે રૂપિયા 45 લાખનું સાયબર ફ્રોડ થયા બાદ આજે 5મેએ સાયબર ગઠિયાઓએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એરિયા (રૂડા)ના ચેરમેનના નામે રૂપિયા 30 લાખની માંગણી કરવામાં આવી હતી. PGVCLના MDના નામે 45 લાખનો ફ્રોડ રાજકોટ PGVCLના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુકુમાર મલકાનને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ નંબરના પ્રોફાઇલ પિક્ચરમાં PGVCLના MD કેતન જોશીનો ફોટો રાખવામાં આવ્યો હતો. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે, "આ મારો પર્સનલ નંબર છે, હું મીટિંગમાં છું એટલે કોલ ઉપાડી શકીશ નહીં." ત્યારબાદ તાત્કાલિક ધોરણે એકાઉન્ટમાં 45.60 લાખ રૂપિયા RTGS કરવા સૂચના આપી હતી. ફરીથી 30 લાખ માગ્યાને શંકા જતા ભાંડ્યો ફૂટ્યો અધિકારીએ આદેશ સમજીને PGVCLના ખાતામાંથી પેમેન્ટ કરી દીધું હતું. જોકે, જ્યારે ફરીથી બીજા 30.60 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી, ત્યારે શંકા જતાં તેમણે રૂબરૂ MDની મુલાકાત લીધી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે MDએ આવો કોઈ મેસેજ કર્યો નહોતો. આ અંગે તુરંત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસની ટીમ બંગાળ રવાના થઈ સાયબર ક્રાઇમ પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલીક મહત્વની વિગતો સામે આવી છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, જે નંબરથી મેસેજ આવ્યો હતો તેનું સીમકાર્ડ બિહારનું છે અને બેંક એકાઉન્ટ પશ્ચિમ બંગાળનું છે. કુલ 45 લાખમાંથી પોલીસે સતર્કતા દાખવી 33 લાખ રૂપિયા ફ્રીઝ કરાવી દીધા છે. અંદાજે 2.50 લાખ રૂપિયા બંગાળમાંથી વિડ્રો થઈ ગયા છે, જ્યારે બાકીની રકમ માટે તપાસ ચાલુ છે. પોલીસની એક ટીમ હાલ પશ્ચિમ બંગાળ તપાસ અર્થે રવાના થઈ છે. રૂડા (RUDA)માં છેતરપિંડીનો નિષ્ફળ પ્રયાસ PGVCLની ઘટનાના બીજા જ દિવસે સાયબર ગઠિયાઓએ રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ એરિયા (RUDA)ના અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. ગઠિયાએ પોતાની ઓળખ રૂડાના સીઈઓ જી.વી. મિયાણી તરીકે આપી 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. જોકે, અગાઉની ઘટનાથી વાકેફ અધિકારીએ સતર્કતા દાખવી નાણાં ટ્રાન્સફર કરવાને બદલે ખરાઈ કરી હતી. તપાસમાં આ મેસેજ નકલી હોવાનું સાબિત થતાં રૂડાના લાખો રૂપિયા બચી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    SMVS હોસ્પિટલે ગાંધીનગરમાં વોકાથોન યોજી:'જર્મ્સ'ને કેદ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો, મોટી સંખ્યામાં લોકો જોડાયા
    Next Article
    West Bengal Election Results 2026 Live Updates: Mamata Banerjee Says Trinamool Won Public Mandate, Lost Due To "Conspiracy"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment