Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવનાથ તળેટીમાં ટ્રાફિક પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ:અશોક શિલાલેખ પાસે 'પોલીસ' અને 'PGVCL'ના બોગસ બોર્ડ ઉતાર્યા, બ્લેક ફિલ્મ અને LED લાઇટવાળા વાહનો સામે કાર્યવાહી કરી

    12 hours ago

    જૂનાગઢ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા અને નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારની રજા હોવાથી ગિરનાર ભવનાથ તળેટી વિસ્તારમાં સ્થાનિક નાગરિકો તેમજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. આ સ્થિતિને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિક જામ ન સર્જાય તે હેતુથી પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. બ્લેક ફિલ્મ અને તેજસ્વી LED લાઇટો સામે લાલ આંખ શહેરના અશોક શિલાલેખ અને ભવનાથ તળેટી જેવા વ્યસ્ત વિસ્તારોમાં વાહન ચેકિંગ દરમિયાન કેટલીક ખાનગી ફોર વ્હીલર કાર પર બિનઅધિકૃત રીતે લગાવવામાં આવેલા ‘પોલીસ’ તેમજ ‘PGVCL’ લખેલા રોફ મારતા બોર્ડ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિયમ વિરુદ્ધ કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ અને સામે આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જાય તેવી તેજસ્વી LED લાઇટો લગાવનારા વાહનચાલકો સામે પણ કડક હાથે પગલાં લેવામાં આવ્યા હતા. કાગળો વગર દોડતા વાહનો સામે સ્થળ પર દંડ ડ્રાઇવ દરમિયાન ટુ-વ્હીલર અને બાઇક ચાલકો પાસે વાહનના જરૂરી દસ્તાવેજો જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક અને પીયુસી (PUC) ની ચકાસણી કરવામાં આવી હતી. જરૂરી કાગળો ન ધરાવતા તેમજ હેલ્મેટ અને નંબર પ્લેટ સહિતના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનારા ચાલકો પાસેથી કુલ ₹10,000 જેટલી રોકડ રકમ દંડ પેટે વસૂલ કરી હતી. નિયમભંગ કરનારાઓમાં ફફડાટ આ સઘન ટ્રાફિક ડ્રાઇવનું સંચાલન ટ્રાફિક પીએસઆઈ સંજયસિંહ જાડેજાની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક પોલીસકર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી ગેરકાયદે રોફ મારતા અને ટ્રાફિક નિયમોનો અનાદર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો, જ્યારે નિયમબદ્ધ વાહન ચલાવતા જાગૃત નાગરિકોએ પોલીસની આ કામગીરીને આવકારી હતી.
    Click here to Read More
    Previous Article
    35 હજારનું ધર્માંતરણ, 6500 દીકરીઓ લવ જેહાદનો શિકાર બની:રાજકોટમાં વિહિપના પૂર્વ પ્રમુખ અશોકજી સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં ખૂલાસો, 'નવરાત્રીમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ મળવો જોઈએ'
    Next Article
    Sabarkantha Health News | બડોલીના 15 બાળકોને કમળાની અસરનો મામલો | Bodoli | Hospital | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment