Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    35 હજારનું ધર્માંતરણ, 6500 દીકરીઓ લવ જેહાદનો શિકાર બની:રાજકોટમાં વિહિપના પૂર્વ પ્રમુખ અશોકજી સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં ખૂલાસો, 'નવરાત્રીમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ મળવો જોઈએ'

    11 hours ago

    વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોકજી સિંઘલના જન્મ શતાબ્દી વર્ષની રાજકોટના અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે સંતોની સંગોષ્ઠિ યોજાઈ હતી. જેમાં વિહિપના કેન્દ્રીય મંત્રી ગોપાલજીએ નવરાત્રીમાં હિન્દુ સિવાયના અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પાબંધીને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે, ધર્માંતરણ કરતા 35 હજાર લોકોને હિન્દુ ધર્મમાં પરત લાવ્યા અને 1 લાખ લોકોને ધર્માંતરણ કરતા રોક્યાનું જાહેર કર્યું તો લવ જેહાદનો શિકાર બનેલી 6500 દીકરીઓને પરત હિન્દુ ધર્મમાં લાવ્યાનું જાહેર કર્યું હતું. 'નવરાત્રીમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ મળવો જોઈએ' રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ સ્વ.પ્રમુખ અશોકજી જન્મ શતાબ્દી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ગોપાલજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પોતાની મનની વાતમાં વીએચપીના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલનો ઉલ્લેખ કર્યો તે બદલ આભાર. નવરાત્રી અંગે તેમણે જણાવ્યું કે, નવરાત્રીમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ મળવો જોઈએ. ગરબા આયોજકોને પણ વિનંતી કરી કે અન્ય જ્ઞાતિના ખેલૈયાઓને ન આવવા દે. અન્ય જ્ઞાતિના ખેલૈયાઓ જો ગરબા આયોજનમાં આવીને કંઈ ગરબડ કરશે તો બજરંગ દળ તેમનો ચોક્કસ વિરોધ કરશે. આ ઉપરાંત વંદે માતરમના ગાન અંગે કહ્યું કે, હવે સરકારે પણ નિયમ બનાવ્યો છે દરેક લોકોએ વંદે માતરમ ગાવું જોઈએ. '1 લાખ લોકોને અન્ય જ્ઞાતિમાં ધર્માંતરણ કરતા રોક્યા' તેમણે કહ્યું કે, સંતોના આશીર્વાદથી વિશ્વ હિન્દુ પરિષદ દેશભરમાં ધર્માંતરણ રોકવા માટે મોટા પ્રયાસ કરે છે. 35000 લોકોને પરત લાવ્યા પણ છીએ. 1 લાખ લોકોને અન્ય જ્ઞાતિમાં ધર્માંતરણ કરતા રોક્યા પણ છે. લવ જેહાદનો શિકાર બનેલી 6500 હિન્દુ દીકરીઓને પણ અમે પાછા લાવ્યા છીએ. જે જે લોકો ધર્માંતરિત થયા છે તેમના મનમાં ફરી હિન્દુ ભાવ જગાડી પાછા લઈ આવવાના પ્રયાસ કરી છીએ. 'ગૌમાંસ ખાતા હોય એવા કોઈ વ્યક્તિને પ્રવેશ ન હોવો જોઈએ' જ્યારે મહામંડલેશ્વર લલિત કિશોરદાસ મહારાજે જણાવ્યું હતું કે, નવરાત્રી એ હિન્દુઓનો તહેવાર છે. નવરાત્રીમાં ગૌમાંસ ખાતા હોય એવા કોઈ વ્યક્તિને પ્રવેશ ન હોવો જોઈએ. હિન્દુ બહેન દિકરીઓને અપીલ છે કે હિન્દુ ધર્મ આધારિત જ ગરબા રમજો. ફિલ્મના ગીત ઉપર ગરબા રમવા એ ભારતીય સંસ્કૃતિ પર કલંક છે. નવરાત્રીના નામથી જે નાટક ચાલે છે તે બંધ થાય.
    Click here to Read More
    Previous Article
    કોહલીની અદભુત-અકલ્પનીય ઇનિંગ:ODIમાં ફાસ્ટેસ્ટ 15,000 રન ફટકારનાર બેટર બન્યો, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો; છગ્ગા સાથે 55મી સેન્ચુરી ફટકારી
    Next Article
    ભવનાથ તળેટીમાં ટ્રાફિક પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ:અશોક શિલાલેખ પાસે 'પોલીસ' અને 'PGVCL'ના બોગસ બોર્ડ ઉતાર્યા, બ્લેક ફિલ્મ અને LED લાઇટવાળા વાહનો સામે કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment