Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCLના સમારકામને લઈ ભાવનગરમાં આવતીકાલે પાણી કાપ:કુંભારવાડા ESRના વિસ્તારોમાં પાણી 3-4 કલાક મોડું પહોંચશે, 21થી વધુ વિસ્તારોમાં પાણીની અસર

    1 सप्ताह पहले

    ભાવનગરમાં આવતીકાલે 9 જૂને PGVCL વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર મરામતની કામગીરીને કારણે વીજ પુરવઠો સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેવાના કારણે આ વીજ કાપની સીધી અસર શહેરના પાણી પુરવઠા પર પડશે, જેમાં નિલમબાગ ફિલ્ટર પર વીજ પુરવઠો બંધ રહેવાને કારણે પમ્પિંગની કામગીરી બંધ રહેશે. જેના કારણે નિલમબાગ ફિલ્ટર ESR આધારિત હેઠળ આવતા 21થી વધુ વિસ્તારો પર પાણીની અસર થશે. કેટલાક વિસ્તારોમાં પાણી 3થી 4 કલાક મોડું પહોંચશે આ અંગે વોટરવર્ક્સ વિભાગ દ્વારા વૈકલ્પિક આયોજન કરવામાં આવ્યું છે, જે મુજબ પાણી પુરવઠાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં નિલમબાગ ફિલ્ટર આધારિત કુંભારવાડા ESR આધારિત વિસ્તારો જેવા કે ગઢેચી રોડ, ગોકુલનગર, રાધેનગર, ગુલાબનગર, અમર સોસાયટી, મહાલક્ષ્મી મિલની ચાલી, મોતીતળાવ, વીઆઈપી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં પાણી તેના નિયત સમય કરતાં અંદાજે 3થી 4 કલાક મોડું પહોંચશે. નિલમબાગ ફિલ્ટરના ESR આધારિત વિસ્તારોમાં સંપૂર્ણ પાણીકાપ ​નિલમબાગ ફિલ્ટરના ESR આધારિત વિસ્તારો જેમાં ભાયાણીની વાડી, તુલસીનગર, જવાહરનગર, પાનવાડી, ગરાસીયાવાડ, હોટલ સન સાઈન વાળો ઉભો રોડ, વિજય ટોકીઝ, ચાવડી ગેટ, વડવા તલાવડી, મર્ચન્ટ પાર્ક, ભારતીય સોસાયટી, અલકા ટોકીઝ તથા આજુબાજુના વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.જયારે ​નિલમબાગ ફિલ્ટર આધારિત અન્ય તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો રાબેતા મુજબ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    જુગાર રમતા પાંચ ઈસમોને એલસીબીએ ઝડપ્યા:₹3.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
    Next Article
    Gujarat Monsoon Updates LIVE | ચોમાસાનું આગમન! ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? | Ahmedabad | Rajkot | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment