Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં PGVCLનો પાવર સપ્લાય આવતીકાલે બંધ રહેશે:સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં વીજકાપની અસર

    2 days ago

    વેરાવળ શહેરમાં PGVCL દ્વારા વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 23 માર્ચ, સોમવારે સવારે 9:00 થી બપોરના 2:00 વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં વીજળી બંધ રહેશે. આ નિર્ણય અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની અને મેન્ટેનન્સ કામગીરીને કારણે લેવામાં આવ્યો છે. 11 કેવી વિદ્યુત નગર ફીડર હેઠળ આવતા 60 ફૂટ રોડ, વ્રજ કોલોની 66kV પાછળનો એરિયા, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, દેવ પાર્ક રોડ, સરદાર સોસાયટી, વાણંદ સોસાયટી, આરતી એપાર્ટમેન્ટ રોડ, ગોલારાણા, પંચવટી વિસ્તાર, ગીતાનગર -2, શ્રીપાલ સોસાઈટી, હવેલી પાછળનો એરિયા, સમૃદ્ધ પાર્ક, મહીલા કોલેજ રોડ, ગંગાનગર રોડ, વૃજ રેસીડેન્સી જાગનાથ નગર, શ્રી શ્રી પાર્ક સાઈધામ સોસાઈટી અને ગોકુલ ધામ સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર ડી.ડી. ડોડીયા એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જરૂરી મેન્ટેનન્સ કામ અને અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ફિટિંગનું કામ કરવાનું હોવાથી વીજ પુરવઠો બંધ રાખવો અનિવાર્ય બન્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો નિર્ધારિત સમય મર્યાદા પહેલા કામ પૂર્ણ થઈ જશે, તો કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દેવભૂમિ દ્વારકામાં 3 બુટલેગરો સામે PASA કાર્યવાહી:જિલ્લા કલેક્ટરે વોરંટ મંજૂર કરતા અલગ જેલમાં ખસેડાયા
    Next Article
    Arsenal vs Manchester City Live Score, League Cup Final 2026: No Eberechi Eze for Arsenal; City missing Ruben Dias

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment