Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભૂમિ દ્વારકામાં 3 બુટલેગરો સામે PASA કાર્યવાહી:જિલ્લા કલેક્ટરે વોરંટ મંજૂર કરતા અલગ જેલમાં ખસેડાયા

    8 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) જયરાજસિંહ વાળાની સૂચના હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા 3 પ્રોહીબિશન બુટલેગરો વિરુદ્ધ પાસા (PASA) એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. ગુનાહિત ઇતિહાસના આધારે દરખાસ્ત LCB ઇન્સ્પેક્ટર બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારીએ જિલ્લાના નામચીન ગુનેગારોની વિગતો એકત્ર કરી હતી. આ બુટલેગરોની સતત વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાને રાખી તેમની વિરુદ્ધ પાસા હેઠળ અટકાયત કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્નાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ દરખાસ્તને મંજૂરી આપી અટકાયત વોરંટ જારી કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ ઝડપાયા વોરંટ છૂટતા જ LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓને વિવિધ જેલોમાં ખસેડવામાં આવ્યા છે: ઉમેદસિંહ ઉર્ફે અનીયો શીવુભા વાઢેર (રહે. ભીમરાણા): પાલનપુર (બનાસકાંઠા) જિલ્લા જેલ. પૃથ્વીરાજસિંહ ઉર્ફે ઋષીરાજસિંહ કારૂભા વાઢેર (રહે. ભીમરાણા): પાલારા ખાસ જેલ (ભુજ-કચ્છ). રાજુ કરશન કોડીયાતર (રહે. રાણપર, તા. ભાણવડ): ભાવનગર જિલ્લા જેલ. સંયુક્ત ઓપરેશનની સફળતા આ સમગ્ર ઓપરેશનમાં LCB પીઆઈ બી.જે. સરવૈયા, એડીશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભુપેશ જોટણીયા, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલિયા સહિત કલેક્ટર કચેરી અને પોલીસ સ્ટાફ જોડાયો હતો. અસામાજિક તત્વોમાં ફાળ પડે અને શાંતિ જળવાય તે હેતુથી લેવાયેલા આ પગલાની જિલ્લાભરમાં ચર્ચા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    Arsenal vs Manchester City Live Score, League Cup Final 2026: Team news, manager talk coming up
    Next Article
    વેરાવળમાં PGVCLનો પાવર સપ્લાય આવતીકાલે બંધ રહેશે:સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં વીજકાપની અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment