Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં વરસાદ વચ્ચે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ:નગર દરવાજા ચોકમાં કડાકા થતા લોકોમાં નાસભાગ, PGVCL એ કાર્યવાહી કરી

    1 day ago

    મોરબી શહેરમાં ભારે વરસાદ વચ્ચે નગર દરવાજા ચોક ખાતે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થઈ હતી. આ ઘટનાને કારણે વીજ વાયરોમાં જોરદાર કડાકા-ભડાકા થતા આસપાસના વેપારીઓ અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આજે સવારથી મોરબીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નગર દરવાજા ચોકમાં આર્ય પાન અને શિવ આઈસ્ક્રીમની દુકાન વચ્ચેના ભાગે કોઈ કારણોસર ઇલેક્ટ્રિક વાયરોમાં શોર્ટ સર્કિટ થઈ હતી. શોર્ટ સર્કિટના કારણે વીજ વાયરોમાંથી તીવ્ર અવાજો આવવા લાગ્યા હતા. ચાલુ વરસાદમાં વીજ વાયરો તૂટીને નીચે પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ હતી. આથી, ત્યાં હાજર વેપારીઓ સહિતના લોકો પોતાની દુકાનોમાંથી બહાર નીકળી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. આ ઘટના અંગે તાત્કાલિક પીજીવીસીએલ (PGVCL) ને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પીજીવીસીએલના કર્મચારીઓએ શોર્ટ સર્કિટ થયેલા વિસ્તારમાં જરૂરી કામગીરી કરીને વીજ પુરવઠો ફરીથી કાર્યરત કર્યો હતો. બપોરના 4 વાગ્યા સુધીમાં મોરબીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે
    Click here to Read More
    Previous Article
    રાજપથ-રંગોલી રોડ પર લક્ઝુરિયસ કારો પાણીમાં ડૂબી:BMW, મર્સિડિઝ, વોલ્વો સહિતની કાર રસ્તાઓ પર રઝળતી જોવા મળી
    Next Article
    વડોદરાના વાઘોડિયા રોડ પર વરસાદી અને ડ્રેનેજના પાણી ઘરોમાં ઘૂસ્યા:સ્થાનિકોએ કહ્યું: કોર્પોરેટરો ફક્ત ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે, ચૂંટણી પત્યા પછી કોઈ કામ થતું નથી, કામ માટે કરગરવુ પડે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment