Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સ્કેમર્સના નિશાને સરકારી કચેરીઓ:PGVCL એમડીના નામે પૈસા માંગતા અધિકારીએ 45 લાખનું પેમેન્ટ કરી નાખ્યું, RUDAના CEOના નામે પણ 30 લાખ માંગી સાયબર ફ્રોડનો પ્રયાસ

    10 hours ago

    રાજકોટમાં સરકારી અધિકારીઓના નામે લાખો રૂપિયા પડાવતી સાયબર ગુનેગારોની ગેંગ સક્રિય થઈ છે. છેલ્લા બે દિવસમાં PGVCL અને રૂડા (RUDA) જેવી મોટી સરકારી કચેરીઓને નિશાન બનાવીને સાયબર સ્કેમર્સ રુપિયા પડાવી રહ્યા છે. 4મેએ PGVCLના MDના નામે રૂપિયા 45 લાખનું સાયબર ફ્રોડ થયા બાદ આજે 5મેએ સાયબર ગઠિયાઓએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એરિયા (રૂડા)ના ચેરમેનના નામે રૂપિયા 30 લાખની માંગણી કરવામાં આવી હતી. PGVCLના MDના નામે 45 લાખનો ફ્રોડ રાજકોટ PGVCLના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુકુમાર મલકાનને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ નંબરના પ્રોફાઇલ પિક્ચરમાં PGVCLના MD કેતન જોશીનો ફોટો રાખવામાં આવ્યો હતો. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે, "આ મારો પર્સનલ નંબર છે, હું મીટિંગમાં છું એટલે કોલ ઉપાડી શકીશ નહીં." ત્યારબાદ તાત્કાલિક ધોરણે એકાઉન્ટમાં 45.60 લાખ રૂપિયા RTGS કરવા સૂચના આપી હતી. ફરીથી 30 લાખ માગ્યાને શંકા જતા ભાંડ્યો ફૂટ્યો અધિકારીએ આદેશ સમજીને PGVCLના ખાતામાંથી પેમેન્ટ કરી દીધું હતું. જોકે, જ્યારે ફરીથી બીજા 30.60 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી, ત્યારે શંકા જતાં તેમણે રૂબરૂ MDની મુલાકાત લીધી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે MDએ આવો કોઈ મેસેજ કર્યો નહોતો. આ અંગે તુરંત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે. સાયબર ક્રોડથી બચવા શું કરવું? સોશિયલ મીડિયા થકી આ પ્રકારના સાયબર ફ્રોડથી બચવા માટે અવરનેશ પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે. OTP કે પાસવર્ડ કોઇની સાથે તમે શેર ન કરશો. SMS કે વોટ્સએપ પર કોઈ લિંક આવે તો અનવેરિફાઇ લિંક પર ક્લિક ન કરશો. તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ તમે સતત બદલતા રહો. તમારા ઓનલાઇન બેકિંગનો પાસવર્ડ પણ સતત બદલતા રહેવું જરૂરી છે. કોઈ પણ અજાણ્યા નંબર પરથી કોઈના નામે પૈસાની માગ કરવામાં આવે તો પહેલા એ વ્યક્તિ સાથે ખરાઈ કરવી કે તમે પૈસાની માગ કરી છે કે નહીં. પોલીસની ટીમ બંગાળ રવાના થઈ સાયબર ક્રાઇમ પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલીક મહત્વની વિગતો સામે આવી છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, જે નંબરથી મેસેજ આવ્યો હતો તેનું સીમકાર્ડ બિહારનું છે અને બેંક એકાઉન્ટ પશ્ચિમ બંગાળનું છે. કુલ 45 લાખમાંથી પોલીસે સતર્કતા દાખવી 33 લાખ રૂપિયા ફ્રીઝ કરાવી દીધા છે. અંદાજે 2.50 લાખ રૂપિયા બંગાળમાંથી વિડ્રો થઈ ગયા છે, જ્યારે બાકીની રકમ માટે તપાસ ચાલુ છે. પોલીસની એક ટીમ હાલ પશ્ચિમ બંગાળ તપાસ અર્થે રવાના થઈ છે. રૂડા (RUDA)માં છેતરપિંડીનો નિષ્ફળ પ્રયાસ PGVCLની ઘટનાના બીજા જ દિવસે સાયબર ગઠિયાઓએ રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ એરિયા (RUDA)ના અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. ગઠિયાએ પોતાની ઓળખ રૂડાના સીઈઓ જી.વી. મિયાણી તરીકે આપી 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. જોકે, અગાઉની ઘટનાથી વાકેફ અધિકારીએ સતર્કતા દાખવી નાણાં ટ્રાન્સફર કરવાને બદલે ખરાઈ કરી હતી. તપાસમાં આ મેસેજ નકલી હોવાનું સાબિત થતાં રૂડાના લાખો રૂપિયા બચી ગયા હતા. આ પણ વાંચો: 53.55 કરોડની હેરાફેરીનો પર્દાફાશ, આણંદ ગેંગના 10 ઝડપાયા:બાબા સિદ્દિકી મર્ડર કેસ સાથે સંકળાયેલા આરોપીઓને ‘મ્યુઅલ એકાઉન્ટ’ પૂરું પાડ્યું રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ પર લગામ કસવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન મ્યુલ 2.0’ હેઠળ સફળતા પ્રાપ્ત થઈ છે. આ અભિયાન દરમિયાન કુલ 132 સાયબર ક્રાઈમના કેસોનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને આણંદમાં સક્રિય એક સંઘટિત ગેંગના 10 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગનું નેટવર્ક ગુજરાતના વિવિધ શહેરો સહિત અમદાવાદ સુધી ફેલાયેલું હતું. બાબા સિદ્દિકી મર્ડર કેસ સાથે સંકળાયેલા આરોપીઓને ‘મ્યુઅલ એકાઉન્ટ’ પૂરું પાડ્યું હતું.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    32 વર્ષીય આરોપીના 9 વર્ષની માસૂમ સાથે અડપલાં:આઈસ્ક્રીમની લાલચ આપી આરોપી બાળકીને ટેરેસ પર લઈ ગયો, લોકોએ વિકૃતને પકડી 'મેથીપાક' આપ્યો; પોલીસ હવાલે કરાયો
    Next Article
    5 UP Cops Killed After SUV Collides With Vehicle On Haryana Expressway

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment