Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં PGVCLની મેગા ડ્રાઇવ:બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ, 2086 વીજ જોડાણ કપવા 94 ટીમો મેદાનમાં ઉતરી

    1 week ago

    ગીર સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કંપનીએ 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે, જેના કારણે જિલ્લામાં હડકંપ મચી ગયો છે. વેરાવળ વિભાગીય કચેરી હેઠળના કુલ 7 સબ-ડિવિઝનમાં એકસાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે 94 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેમણે વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં ચકાસણી શરૂ કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન કુલ 2086 વીજ જોડાણો કાપી નાખવામાં આવશે. આ કાર્યવાહી માત્ર ચેતવણી પૂરતી નહોતી, પરંતુ કડક અમલવારી સાથે કરવામાં આવી હતી. PGVCL દ્વારા અગાઉ અનેક વખત નોટિસ, SMS અને જાહેર સૂચનાઓ આપ્યા છતાં પણ બાકી રકમ ન ભરનારાઓને હવે સીધી અસર થઈ છે. આ ડ્રાઇવ દરમિયાન અંદાજે ₹143.38 લાખ જેટલી બાકી રકમ સામે કાર્યવાહી નોંધાઈ છે. આ પગલાંને કારણે ગ્રાહકોમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં લોકો તાત્કાલિક બિલ ચૂકવવા માટે કચેરીઓનો સંપર્ક કરતા પણ જોવા મળ્યા હતા. બીજી તરફ, નિયમિત બિલ ચૂકવનાર ગ્રાહકોમાં આ કાર્યવાહી પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી છે. PGVCL ના કાર્યપાલક ઈજનેર જી.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, 'બાકીદારો સામે આ અભિયાન સતત ચાલુ રહેશે. ગ્રાહકો સમયસર બિલ ભરે તે જરૂરી છે, નહીં તો આવી કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે.' તેમણે ઉમેર્યું કે, વીજ ચોરી અને બાકીદારી બંને સામે વિભાગ સખત વલણ અપનાવી રહ્યો છે. આ મેગા ડ્રાઇવ એ સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે બાકી વીજ બિલ મામલે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં નહીં આવે અને નિયમ ભંગ કરનારાઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાશે.
    Click here to Read More
    Previous Article
    કુબેરનગરમાં રાત્રે 3 વાગ્યે ટોળાનો આતંક, CCTV:બૂમો પાડી કહ્યું- 'બાબા અને આકાશને ચેટીચાંદ સુધીમાં પતાવી દઈશું', ફરિયાદીના ઘર પર પથ્થરમારો
    Next Article
    Nora Fatehi-Sanjay Dutt Song With Vulgar Lyrics To Be Taken Down: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment