Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGમાં બે સગી બહેનોએ ચોરી કરી, CCTV:પકડાઈ જાય તો બંને બહેરા-મૂંગા હોવાનો ઢોંગ કરતી, અમદાવાદના પોશ વિસ્તારોમાં ચોરી કરતી મહિલા બેલડી ઝડપાઈ

    9 hours ago

    અમદાવાદના અલગ અલગ પીજી અને રહેણાંક સહિતના વિસ્તારોમાં ચોરી કરનાર બે સગી બહેનોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. બંને બહેનો વસ્ત્રાપુર તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા પીજીમાં જતી હતી અને ત્યારબાદ દરવાજો ખુલ્લો હોય ત્યારે ચોરી કરી લેતી હતી. જો કોઈપણ વ્યક્તિ ચોરી કરતા પકડી લેતો તેઓને નાગપુરના આનંદ મિશન આશ્રમ નામનું એક કાર્ડ બતાવીને બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરતા હતા. પોલીસે બે મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજો તપાસ્યા ને બંને બહેનો ઝડપાઈ વસ્ત્રાપુરમાં આવેલા પીજીમાં મોબાઈલ ફોનની ચોરીની ઘટના બની હતી. મોબાઈલ ફોનની ચોરી થવાની ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે લાગેલા સીસીટીવી ફૂટેજો તપાસ્યા હતા જેમાં બે મહિલાઓ ચોરી કરતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સાબરમતી વિસ્તારમાં આવેલા કાળીગામ પાસે રહેતી અન્નુબેન નટ અને પૂજાબેન નટ નામની બે મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ ફોન કબજે કર્યા હતાં. બંને બહેનો બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરતી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ગીતા ચૌધરીએ જણાવ્યું હતું કે, પીજીમાંથી ચોરી કરનાર બે મહિલાઓની ધરપકડ કરી છે. બંને મહિલાઓ સગી બહેનો છે અને ડિવોર્સિં છે. પીજીમાં જ્યાં દરવાજા ખુલ્લા હોય ત્યાં તેઓ જઈ અને ચોરી કરતા હતા. કોઈપણ વ્યક્તિ ચોરી કરતા પકડી લે તો પોતે બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરતા હતા. 'ભીખ માંગવાની ડોળ કરીને વસ્તુની ચોરી કરી લેતા' PI ગીતા ચૌધરીએ કહ્યું કે, તેમની પાસે નાગપુરના આનંદ મિશન આશ્રમનું એક કાર્ડ બતાવી દેતા હતા. આ કાર્ડ ક્યાંથી લાવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બંને બહેનો શહેરના અલગ અલગ વિસ્તારો અને ટ્રી પણ જઈને ભીખ માંગવાની ડોળ કરી અને ત્યારબાદ કોઈપણ વસ્તુની ચોરી પણ કરી લેતા હતા. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કાનમાં 'કાના'ના રંગે રંગાઈ સિંગર આરતી:હાથમાં ગીતા, ગળામાં તુલસીની માળા અને 'રાધે-રાધે' મંત્રજાપ સાથે રેડ કાર્પેટ વૉક; તારા સુતારિયાનું ગ્લેમરસ ડેબ્યૂ
    Next Article
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹3નો વધારો થયો:ગુજરાતમાં ભાવ વધતા પાટણના પંપો પર 'બંધ'ના બોર્ડ લાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment