Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PF એકાઉન્ટમાં ખોટી માહિતીથી પૈસા અટકી શકે છે:EPFO એ ઓનલાઈન સુધારવાની રીત જણાવી; 5 સરળ સ્ટેપમાં કરો અપડેટ

    7 hours ago

    જો તમારા પીએફ અકાઉન્ટમાં નામ, જન્મતારીખ અથવા જેન્ડર જેવી કોઈ પણ માહિતી ખોટી નોંધાયેલી હોય, તો ક્લેમ સેટલમેન્ટ, ફંડ ઉપાડવા અથવા અકાઉન્ટ ટ્રાન્સફર કરતી વખતે તમારા પૈસા અટવાઈ શકે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે EPFOએ ઑનલાઇન જૉઇન્ટ ડિક્લેરેશન સુવિધા વિશે માહિતી શેર કરી છે. તેની મદદથી સભ્યો ઘરબેઠાં પોતાના રેકોર્ડમાં સુધારો કરી શકે છે. પીએફની વિગતો ઑનલાઇન સુધારવાના 5 સરળ પગલાં દાખલ કરેલી માહિતીનો દસ્તાવેજો સાથે મેળ ખાતો હોવો જરૂરી જે માહિતી સુધારવાની છે, તે મુજબ માન્ય ઓળખપત્રો અપલોડ કરવા પડશે. ધ્યાન રાખો કે દાખલ કરવામાં આવતી માહિતી અપલોડ કરવામાં આવતા દસ્તાવેજ સાથે મેળ ખાતી હોવી જોઈએ. ઓનલાઇન રિક્વેસ્ટ સબમિટ કર્યા પછીની પ્રક્રિયા જ્યારે તમે મેમ્બર પોર્ટલ પર તમારી કરેક્શન રિક્વેસ્ટ અને દસ્તાવેજો સબમિટ કરી દેશો, ત્યારે આ રિક્વેસ્ટ વેરિફિકેશન માટે આગળ મોકલવામાં આવશે. EPFOના નિયમો અને ચકાસણી પ્રક્રિયા હેઠળ તમારી વિગતોની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ ડેટા અપડેટ કરી દેવામાં આવશે. જાણો, જોઈન્ટ ડિક્લેરેશન સુવિધા શું છે? જોઇન્ટ ડિક્લેરેશન કર્મચારી અને એમ્પ્લોયર તરફથી સંયુક્ત રીતે આપવામાં આવતું એક ફોર્મ છે. તેના દ્વારા પીએફ ખાતાના સભ્યની વ્યક્તિગત અથવા રોજગાર સંબંધિત વિગતોને સત્તાવાર રેકોર્ડમાં સુધારવામાં આવે છે. પહેલાં આ માટે ફોર્મ ભરીને પીએફ ઑફિસે રૂબરૂ જવું પડતું હતું, પરંતુ હવે આ કામ ઑનલાઇન મેમ્બર પોર્ટલ પરથી જ થઈ જાય છે. પીએફ ક્લેમ રિજેક્ટ થવાથી કેવી રીતે બચવું?
    Click here to Read More
    Previous Article
    Google Gemini Memory Summary Feature Rolls Out With Options to Edit and Delete Saved Details 
    Next Article
    અમિત શાહે પરિવાર સાથે રણબીર કપૂરની ‘રામાયણ’ જોઈ:6 દિવસમાં ફિલ્મે ₹684 કરોડ કમાયા; 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment