Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભારતનાં યુદ્ધ જહાજ સાથે પાકિસ્તાની નેવી શિપની ટક્કર, PF માટે બેઝિક સેલરી લિમિટ 25 હજાર કરાઈ, ગુજરાતમાં હજુ સાત દિવસ વરસાદની આગાહી

    9 hours ago

    નમસ્તે, કાલના મોટા સમાચાર અરબ સાગરમાં થયેલી ભારત અને પાકિસ્તાનના જહાજોની ટક્કર સાથે જોડાયેલા છે. બીજા સમાચાર 13 વર્ષ જૂના કેસમાં 10 નક્સલીઓને ફાંસીની સજા સંભળાવવા અંગેના છે. અમે તમને એ પણ જણાવીશું કે સરકારે PFના નિયમોમાં શું ફેરફાર કર્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદીનો આજે 76મો જન્મદિવસ છે. તેઓ કેટલીક નવી સ્કીમનું ઉદ્ઘાટન કરશે. 2. ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ત્રીજી ટી-20 મેચ રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર:દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો અરબ સાગરમાં ભારતીય અને પાકિસ્તાની નૌકાદળના જહાજો વચ્ચે ટક્કર થઈ. આ ઘટના ઉત્તર અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં બની. ભારત અનુસાર, નિયમિત દેખરેખ મિશન પર તૈનાત ભારતીય યુદ્ધ જહાજ પાસે પાકિસ્તાની જહાજ તેજ ગતિએ આવ્યું અને અસુરક્ષિત રીતે દિશા બદલી. આ દરમિયાન બંને જહાજો ટકરાયા. આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી. ત્યારબાદ ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેયર્સને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો. ભારતે પાકિસ્તાની નૌકાદળના જહાજના વર્તનને અસ્વીકાર્ય અને બિન-વ્યાવસાયિક ગણાવ્યું. સૂત્રો અનુસાર, ટક્કરમાં સામેલ પાકિસ્તાની જહાજનું નામ પીએનએસ હુનૈન છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. PF માટે બેઝિક સેલરી લિમિટ વધારીને 25 હજાર કરાઈ:પહેલાં 15 હજાર હતી, 51 લાખથી વધુ કર્મચારીઓને થશે ફાયદો; 12 વર્ષ પછી નિયમો બદલાયા કેન્દ્રીય કેબિનેટે બુધવારે EPF અને EPS માટે ફરજિયાત બેઝિક સેલરી લિમિટ વધારીને ₹25,000 પ્રતિ મહિનો કરી દીધી છે. હવે કંપનીઓએ 25 હજાર રૂપિયા સુધીના બેઝિક સેલરીવાળા કર્મચારીઓને PFના દાયરામાં સામેલ કરવા જ પડશે. પહેલાં આ લિમિટ ₹15,000 પ્રતિ મહિનો હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટ બેઠક પછી જણાવ્યું કે તેનાથી 51 લાખ કર્મચારીઓને PF બચત અને પેન્શનનો સીધો ફાયદો મળશે. પહેલાં 15 હજાર રૂપિયાથી વધુ બેઝિક સેલરીવાળા કર્મચારીઓનો PF કપાવો કે ન કપાવો તેમની મરજી પર નિર્ભર કરતો હતો. નવા આદેશથી 25 હજાર રૂપિયાની લિમિટ થયા પછી PF કપાવાથી કર્મચારીની બચત વધશે અને નિવૃત્તિ પર મોટું ફંડ મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડ્યું:મક્કા-જેદ્દાહમાં 'ઈમરજન્સી એલર્ટ'; મુશ્કેલ ઘડીએ પાકિસ્તાને હાથ ઊંચા કર્યા, હુતી બોલ્યા- મક્કાને કોઈ જોખમ નથી સાઉદી અરબના એર ડિફેન્સ સિસ્ટમે મંગળવારે મક્કાના દક્ષિણમાં એક હુતી ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દીધું. સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને બુધવારે જણાવ્યું કે ડ્રોનને મક્કાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં દાખલ થતા પહેલા જ તોડી પાડવામાં આવ્યું. સૈન્ય ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-મલિકીએ કહ્યું કે ઇસ્લામના બે સૌથી પવિત્ર સ્થળો અને યાત્રાળુઓની સુરક્ષા સાઉદી અરબ માટે રેડ લાઇન છે. તેમણે કહ્યું કે ગઠબંધન હુતીઓ વિરુદ્ધ જરૂરી પગલાં લેશે. જ્યારે હુતી ઉગ્રવાદીઓએ મક્કા કે બીજા પવિત્ર સ્થળોને નિશાન બનાવવાની વાતનો ઇનકાર કર્યો છે. હુતીઓની સમાચાર એજન્સી SABA અનુસાર, સંગઠનથી મક્કા કે અન્ય પવિત્ર સ્થળોને કોઈ ખતરો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી; 8 દિવસ પહેલાં જ PMને મળ્યા હતા મહારાષ્ટ્રના મીરા રોડમાં રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરાને તેમની જમીન પાછી મળી ગઈ છે. ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ વિવાદિત જમીનનો કબજો છોડી રહ્યા છે અને પ્લોટ પર મળેલી બાંધકામ પરવાનગી પણ સરન્ડર કરી રહ્યા છે. તેમણે વોહરા વિરુદ્ધ અગાઉ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની વાત પણ કહી. અસગરઅલીએ 8 સપ્ટેમ્બરે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમનો દાવો છે કે તેઓ પીએમ મોદી સાથે ગુજરાતના વડનગર સ્થિત બીએન સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. તેમણે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન જમીન વિવાદમાં દખલ દેવા અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. અમેરિકામાં ભણ્યા પછી નોકરી કરવી હવે મોંઘીદાટ:ડિગ્રી પછી જોબ માટે ચૂકવવા પડશે ₹96 લાખ! 3.63 લાખ ભારતીયો સહિત 11 લાખ વિદ્યાર્થીઓ પર અસર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં અભ્યાસ કર્યા પછી નોકરી કરવી વધારે મોંઘી બનશે તેવી તૈયારી કરી રહી છે. અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરવા માટે વિદ્યાર્થીઓને લગભગ 96 લાખ રૂપિયા (1 લાખ ડોલર) ફી ચૂકવવી પડી શકે છે. આ ફી ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) માટે પ્રસ્તાવિત છે. OPT હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો કર્યા પછી અમેરિકામાં નોકરી કરવાની મંજૂરી મળે છે. આ પ્રસ્તાવને વ્હાઇટ હાઉસની મંજૂરી મળી ચૂકી છે. જોકે, હજુ આ નિયમ લાગુ થયો નથી. લાગુ કરતા પહેલા લોકો અને સંસ્થાઓ પાસેથી આના પર વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. વડનગરમાં દિવાળી જેવો માહોલ, કાંકરિયામાં 1.25 લાખ દીવડા પ્રગટાવાશે:શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર સુધી ઝળહળાટ, PM મોદીના બર્થ-ડેની ઉજવણીની તૈયારીઓ PM નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને ભાજપે ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વડનગર અને અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. વડનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. શર્મિષ્ઠા તળાવથી લઈને હાટકેશ્વર મંદિર સુધીના તમામ વિસ્તારોને રોશનીથી શણગારાયા છે. અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતી અને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે 1.25 લાખ દિવડા પ્રગટાવી આશીર્વાદના દીવડાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના જન્મદિવસની આ ભવ્ય ઉજવણી માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. બે સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી:કચ્છ-જામનગર સહિત 6 જિલ્લામાં યલો એલર્ટ, માછીમારો માટે એલર્ટ; પોરબંદર-દ્વારકામાં દુષ્કાળ જેવી સ્થિતિ રાજ્યના 15 તાલુકામાં 7 મિમી સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 16 સપ્ટેમ્બરના સવારે 10 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ એકંદર વરસાદ 770.16 મિમી (30.32 ઈંચ) છે, જે મોસમના સરેરાશ વરસાદના 84.74% જેટલો થાય છે. છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 110 તાલુકામાં સરેરાશ 3.21 મિમી વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવી તાલુકામાં 7 ઈંચ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે રાજ્યમાં લો પ્રેશર, મોંનસૂન ટ્રફ સક્રિય છે. આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. જોકે આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ થન્ડર સ્ટોમ એટલે કે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દિલ્હી હાઈકોર્ટે કહ્યું- સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના બેદરકારીનું પરિણામ:આ સામાન્ય અકસ્માત નથી; 10 દિવસ પહેલાં 5 માળની હોસ્ટેલ પડી ગઈ હતી, 7 લોકોના મોત થયા હતા (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : અમેરિકામાંથી પૈસા કાઢવા લાગ્યા દુનિયાના મોટા રોકાણકારો:40 ટ્રિલિયન ડોલરના દેવાથી ચિંતા વધી, સોનું ખરીદી રહ્યા છે, ચીનમાં રોકાણ વધારી રહ્યા છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : કેન્દ્ર સરકારે કહ્યું- UPI પર ચાર્જ વિદેશી દબાણમાં નથી લગાવ્યો:રાહુલ ગાંધીએ કહ્યું હતું- તેનાથી અમેરિકાને ફાયદો થશે, નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : યુરોપમાં ગરમીથી 35,000 લોકોના મોત:નદીઓ સુકાઈ, જંગલોમાં આગ લાગી; યુરોપિયન યુનિયને ઉનાળાને પણ આપત્તિ ગણાવી, હીટવેવનો સામનો કરવા નવી સિસ્ટમ બનાવશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : તહેવારો પહેલાં સોનાનું હોલમાર્કિંગ 67% મોંઘુ થયું:ફી 45 રૂપિયાથી વધી ₹75 થઈ, ચાંદીની ફીમાં કોઈ ફેરફાર નહીં (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : મેસીની ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી વિદાય:6 ઓક્ટોબરે આર્જેન્ટિના માટે છેલ્લી મેચ રમશે; AFAએ બેનિન સામેની મેચ માટે ટીમમાં પસંદ કર્યો (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગણેશોત્સવ 25 સપ્ટેમ્બર સુધી:ક્રોધ, લોભ અને મોહને દૂર કરવા માટે કરો ગણેશજીના અલગ-અલગ સ્વરૂપોની પૂજા (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ કીડીએ ખેંચ્યો ગણેશજીનો રથ આંધ્ર પ્રદેશમાં એક કીડીએ ભગવાન ગણેશનો રથ ખેંચ્યો. 1 સેન્ટીમીટરના લાકડાના રથને માઈક્રો આર્ટિસ્ટ સાઈ થલ્લાબટ્ટુલાએ બનાવ્યો છે. રથ પર ગણેશજીની બારીક મૂર્તિ કંડારવામાં આવી છે. આર્ટિસ્ટ આર્ટ દ્વારા બતાવ્યું કે ગણેશજીની પૂજા નાના જીવ પણ કરે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. અનવરે આળસ મરડી ને વાયરથી ગળું ટૂંપાઈ ગયું: મરી ગયાની ખાતરી કરવા છરો હુલાવી લોહીના ફુવારા ઉડાડ્યા, નામ બદલીને રહેતો ખૂની 12 વર્ષે શી રીતે પકડાયો? 2. Editor's View : મક્કા પર હુમલાનાં એલર્ટથી અંધાધૂંધી: હુથીઓએ સાઉદીમાં તરખાટ મચાવ્યો, પાકિસ્તાને હાથ અધ્ધર કર્યા, રાતા સમુદ્રની આગ પેટ્રોલ-ડીઝલને ભડકે બાળી શકે 3. પારકી પંચાત : ચોર સાથે ‘લાલો’ ફિલ્મ જેવો સીન થયો, VIDEO: સુરતમાં NRIનાં બંધ ઘરમાં ઘુસ્યો ને ભરાઇ ગયો, 'ગેનીબેનને પાડી દેવાનો પ્લાન હતો’, ગુલાબસિંહે કોંગ્રેસીઓની કુંડળી ખોલી 4. આજનું એક્સપ્લેનર: મસૂદ અઝહર પર 70 લાખનું ઈનામ રાખી પાકિસ્તાન કેવી રીતે કરોડો કમાશે, આ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ક્યાં છુપાયો છે? 5. તમારા બાળકની ઊંચાઈ નથી વધી રહી?: ડૉક્ટર પાસેથી જાણો કયા પોષક તત્વો જરૂરી, આ 9 વસ્તુઓ ન આપો; સંપૂર્ણ હેલ્ધી ડાયટ ગાઈડલાઇન જુઓ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ ગુરુવારનું રાશિફળ:તુલા સહિત 4 રાશિના પ્રોપર્ટીના અટકેલા કાર્ય પૂરા થશે, મિથુન અને કન્યા રાશિએ લગ્નેત્તર સંબંધોથી દૂર રહેવું વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    US Fed Hikes Rates To Tackle Inflation, Trump Slams Move As "Hostile"
    Next Article
    ઉ.ગુ.માં વરસાદનો વિરામ:માત્ર 5 તાલુકામાં હળવો પડ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment