Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલા-પીપાવાવ રેલવે સેવકોની માંગણીઓ ન સંતોષાતા આંદોલનની ચીમકી:વન વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓ સિંહોને બચાવવાનું જોખમી કામ કરે છે, પગાર-PFની સમસ્યા

    1 day ago

    રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર સિંહો સહિતના વન્યપ્રાણીઓની સુરક્ષા માટે આઉટસોર્સિંગથી ફરજ બજાવતા 45થી વધુ 'રેલવે સેવકો' તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા આંદોલનના મૂડમાં આવ્યા છે. આ કર્મચારીઓએ રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો নির্ধারিত સમયમાં ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે હડતાળ પર ઉતરશે. છેલ્લા 10 વર્ષથી જોખમી કામગીરી, છતાં પાયાની સુવિધાઓનો અભાવ રાજુલા સિટીથી પીપાવાવ પોર્ટ સુધીના રેલવે ટ્રેક પર આ કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી એ.આર. એન્ટરપ્રાઇઝ (રાજકોટ) એજન્સી હેઠળ ફરજ બજાવી રહ્યા છે. તેમની મુખ્ય સમસ્યાઓ નીચે મુજબ છે: જોખમી કામગીરી અને સુરક્ષાનો અભાવ: કર્મચારીઓએ જણાવ્યું કે તેમને દર મહિને આશરે 40થી 50 વખત રેલવે ટ્રેક પર વન્યપ્રાણીઓના ક્રોસિંગ સંબંધિત જોખમી કામગીરી કરવી પડે છે, પરંતુ સલામતી માટે પૂરતા સાધનો કે વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી નથી. પગાર અનિયમિતતા અને કાપ: છેલ્લા 5 વર્ષથી પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, સમયસર પગાર ન ચૂકવીને તેમાં અનિયમિતતા રાખવામાં આવે છે અને દિવાળી જેવા તહેવારોમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. 12 કલાકની ફરજ: નિયમ મુજબ નોકરીનો સમય 8 કલાકનો હોવા છતાં કર્મચારીઓ પાસે જબરદસ્તીથી 12 કલાક સુધી કામ કરાવવામાં આવે છે, પરંતુ વધારાના કલાકોનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. બોનસ અને અન્ય લાભોથી વંચિત: અન્ય એજન્સીઓના કર્મચારીઓની જેમ લાંબી સેવાથી બોનસ કે અન્ય કાયદાકીય લાભો મળતા નથી. વળી, રજૂઆત કરવા પર નોકરીમાંથી છૂટા કરવાની ધમકીઓ અપાય છે. જૂની એજન્સી સામે પણ ગંભીર આક્ષેપો કર્મચારીઓએ જૂની એજન્સી ભક્તિ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (ગાંધીનગર) સામે પણ રોષ વ્યક્ત કર્યો છે. તેમનો એક મહિનાનો પગાર અને ચાર મહિનાની પ્રોવિડન્ટ ફંડ (PF) ની રકમ અટવાયેલી છે. અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં એજન્સી દ્વારા કોઈ સંતોષકારક જવાબ કે ચૂકવણી કરવામાં આવી નથી. કર્મચારી સમીર સાલેડાએ જણાવ્યું કે, અમે સતત 10 વર્ષથી જંગલ ખાતાની અંદર 45 લોકો કામ કરીએ છીએ, પરંતુ પગારમાં સતત ઘટાડો કરવામાં આવે છે. જૂની એજન્સી કે જે છઠ્ઠા મહિનામાં છૂટી થઈ ગઈ છે, તેના દ્વારા અમારો એક પગાર અને ચાર મહિનાનું PF હજુ સુધી અટવાયેલું છે." મુખ્ય માંગણીઓ કર્મચારીઓના બાકી પગાર અને PF ની તાત્કાલિક તપાસ કરાવી નિયમ મુજબ ચૂકવણી કરાવવી. વર્તમાન અને જૂની એજન્સીના હિસાબોની સઘન તપાસ કરવી. સમયસર પગાર અને કાયદાનુસાર વેતન, બોનસ તથા અન્ય લાભો સુનિશ્ચિત કરવા. નિયમવિરુદ્ધ 8 કલાકથી વધુ સમય કામ ન કરાવવું અને ઓવરટાઇમનું યોગ્ય વળતર આપવું. વન્યપ્રાણી ક્રોસિંગની જોખમી કામગીરી માટે જરૂરી સલામતી સાધનો અને સુવિધાઓ પૂરી પાડવી. ધમકી આપનાર જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવી. હાલની એજન્સીની કામગીરીની તપાસ કરી જરૂર જણાય તો નવી એજન્સીની નિમણૂક કરવી. વન્યપ્રાણીઓની સુરક્ષા પર પણ અસર પડી શકે છે કર્મચારીઓએ આગામી 26 ઓક્ટોબર સુધીમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો તમામ કર્મચારીઓ 27 ઓક્ટોબરથી ભેરાઈ મુકામે આવેલા રેલવેના 13 નંબરના ફાટક પાસે ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ હડતાળ પર ઉતરશે. આ કામગીરી સિંહો જેવા વન્યપ્રાણીઓની સુરક્ષા અને રેલવે ટ્રેક પર તેમની અવરજવર સાથે સીધી જોડાયેલી હોવાથી, હડતાળના કારણે વન્યપ્રાણીઓની સુરક્ષા અને રેલ વ્યવહારમાં ગંભીર વિક્ષેપ સર્જાઈ શકે છે. તેથી વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ટાઈગર શ્રોફ પર ફાયરિંગમાં વપરાયેલા હથિયારો અમૃતસરથી લાવવામાં આવ્યા:બે મહિલાઓએ મુંબઈ સુધી પહોંચાડ્યા; શૂટર રેહાનની માતાએ કહ્યું- માસ્ટરમાઇન્ડ હરિયાણામાં છુપાયેલો છે
    Next Article
    વડોદરામાં ગરબા જોવા ગયેલા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો:યુવકે કહ્યુ: આવી જાઓ અહીં ગરબે રમે છે, તેમ કહેતા જ ટોળકી પહોંચી ગઈ ને પતાવી દીધો, 30 લાખ અને બે મકાનની લાલચ આપી હત્યાનું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment