Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PESA ગામોમાં સરપંચ રોટેશન પદ્ધતિ સામે આદિવાસી સમાજનો વિરોધ:પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નોટિફિકેશન રદ કરવા માંગણી; ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

    20 hours ago

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અનુસૂચિત વિસ્તારોમાં આવેલી ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે રોટેશન પદ્ધતિ લાગુ કરવાના સરકારના નિર્ણય સામે આદિવાસી સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક આદિવાસી આગેવાનો અને ગ્રામજનોએ એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રોટેશન પદ્ધતિ અંગેનું નોટિફિકેશન તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરી છે. પાંચમી અનુસૂચિના ગામો અને PESA કાયદો શહેરા તાલુકાના કોઠા, બોરિયા, ચારી, બાલુજીના મુવાડા તેમજ મોર ઊંડારા ગામો બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ આવે છે અને આ ગામોમાં આદિવાસી સમાજની વસ્તી આશરે 90 ટકા જેટલી છે. આવેદનપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે PESA પંચાયત (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ)કાયદો, 1996 અને બંધારણીય જોગવાઈઓ મુજબ અનુસૂચિત વિસ્તારોમાં સરપંચ પદ માટે રોટેશન પદ્ધતિ લાગુ કરી શકાય નહીં અને આ હોદ્દો આદિવાસી સમાજ માટે જ અનામત રહેવો જોઈએ. બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન અને આંદોલન આદિવાસી કાર્યકર્તા પ્રવીણ પારગીએ જણાવ્યું હતું કે પાંચમી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં રોટેશન પદ્ધતિ અમલી બનાવવી તે બંધારણીય અધિકારો પર તરાપ સમાન છે. આદિવાસી આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહીવટી તંત્ર દ્વારા આ નોટિફિકેશન રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના પગલે હવે જિલ્લા તંત્રના નિર્ણય પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ડીઝલના ટેન્કરમાં આગ:ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટેન્કરના ટાયરમાં આગ લાગતા અફડાતફડી, જાનહાનિ ટળી: 2 દિવસમાં આગની 17 ઘટના
    Next Article
    બોટલો પરથી સ્ટીકર ઉખાડી નશાનો કાળો કારોબાર:એક્સેસની ડેકીમાંથી 53 નશાકારક બોટલ જપ્ત, ધોળકાના સપ્લાયરનું નામ ખુલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment