Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાળીયાદ પોલીસે ત્રણ PCR વાહનોથી પીછો કરી આરોપીઓને પકડ્યા:નંબર પ્લેટ વગરના 2 ડમ્પર-કારે પોલીસને દોડાવી, 4 સામે ફરજમાં રુકાવટની ફરિયાદ

    7 hours ago

    પાળીયાદ પોલીસ સ્ટેશનમાં 112 જનરક્ષકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વનરાજભાઈ પુનાભાઈ બથવાર (ઉં.વ. 37) સાથે ગેરવર્તણૂક કરી કાયદેસરની ફરજમાં રુકાવટ કરવા બદલ ચાર શખ્સો સામે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગત 28 ઓક્ટોબરની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન નાયબ મામલતદાર (સુરેન્દ્રનગર) દ્વારા નંબર પ્લેટ વગરનું ડમ્ફર ભાગી છૂટ્યું હોવાની કંટ્રોલ વર્ધી મળતાં પાળીયાદ પોલીસે બાબારકોટ ચોકડી પાસે નાકાબંધી કરી હતી. ડમ્ફર ચાલકે પોલીસનો ઈશારો ન ગણકારી વાહન ભગાવ્યું હતું. પીછો કરવા દરમિયાન અન્ય એક નંબર પ્લેટ વગરનું ડમ્ફર અને સફેદ રંગની એસેન્ટ કાર પણ આ ડમ્ફરની મદદમાં આવી પહોંચી હતી. ત્રણેય વાહનોના ચાલકોએ બેફિકરાઈથી માનવ જિંદગી જોખમાય તે રીતે બોટાદ સીટીમાંથી પસાર થઈ લાઠીદડ રોડ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બોટાદ કંટ્રોલ રૂમ દ્વારા અન્ય પી.સી.આર. વાહનો મદદમાં મોકલાયા હતા. અંતે સમઢીયાળા-1 પાસે ડાયવર્ઝન હોવાથી વાહનો રોકાયા હતા. આ દરમિયાન એસેન્ટ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે બંને ડમ્ફરના ચાલકો અને ક્લીનરોએ બહાર આવવાનો ઈન્કાર કરી પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. પોલીસે બળપ્રયોગ કરીને બંને ડમ્ફરમાંથી 4 શખ્સ વિશાલભાઈ વિનોદભાઈ રાઠોડ, દીપકભાઈ જીવરાજભાઈ બોરણીયા (બંને રહે. ટીંબલા, તા. બરવાળા) તથા અશોકભાઈ છનાભાઈ ધામેશા અને પ્રદીપભાઈ અજીતભાઈ જાદવ (બંને રહે. બરવાળા) ને બહાર કાઢી અટકાયત કરી હતી. પોલીસે ચોકડી અને રસ્તા પર કાયદાનો અનાદર કરનાર તમામ સામે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્સ્ટ્રાગ્રામમાં વીડિયો વાઇરલ કરી 10 હજારની માંગણીનો આક્ષેપ:બોટાદમાં મહિલા કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માગતા પત્રકાર સામે ફરિયાદ
    Next Article
    Aaj ka Panchang 1 November 2026: पश्चिम और दक्षिण-पश्चिम दिशा में यात्रा करने से बचें, जानें आज का शुभ-अशुभ मुहूर्त

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment