Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજીમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, વીડિયો વાઈરલ:નશામાં ધુત તત્વોનો પોલીસ-PCR વાન પર હુમલો, લાકડી-પથ્થરો વડે તુટી પડ્યા; લોકોમાં ભયનો માહોલ, 2 આરોપી પકડાયા

    1 day ago

    યાત્રાધામ અંબાજીમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંબાજીના વોર્ડ નંબર 8માં ધોળા દિવસે નશામાં ધુત લુખ્ખા તત્વોએ માત્ર એક સામાન્ય નાગરિકને જ નિશાન બનાવ્યો ન હતો, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને તેમની PCR વાન પર પણ લાકડીઓ અને પથ્થરો વડે હિચકારો હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. અકસ્માત સર્જી નાગરિક પાસે પૈસા પડાવવાનો પ્રયાસ ભોગ બનનાર સ્થાનિક રહીશ બદારામ પંચાલના જણાવ્યા અનુસાર, તેઓ અને તેમના પત્ની હોસ્પિટલેથી પરત ફરી રહ્યા હતા. સાંજના આશરે 6:30 થી 7:00 વાગ્યાના સુમારે જ્યારે તેઓ આઠ નંબર વિસ્તારના એક વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક બાઈક પર સવાર ત્રણ શખસે તેમની બાઈક સાથે ટક્કર મારી હતી. ટક્કર વાગ્યા બાદ ત્રણેય બાઈકસવાર આગળ જઈને નીચે પડી ગયા હતા. ભોગ બનનાર બદારામ પંચાલે જણાવ્યું હતું કે, આ ત્રણેય બાઈકસવાર નશાની હાલતમાં હતા. નીચે પડ્યા બાદ તેઓ મારી પાસે આવ્યા, મને પકડી લીધો અને બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવા લાગ્યા. હું જેમ-તેમ કરીને તેમના ચુંગાલમાંથી છૂટ્યો અને જીવ બચાવવા નજીકના એક ઘરમાં ઘૂસી ગયો હતો. હું છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં રહું છું, પણ આવી ગંભીર ઘટના મારી સાથે પહેલીવાર બની છે. લુખ્ખાતત્વોએ પોલીસ પર પણ હુમલો કર્યો ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની PCR વાન ઘટનાસ્થળે દોડી આવી હતી. જો કે, કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ, નશામાં ધુત ત્રણેય અસામાજિક તત્વોએ પોલીસને જોતા જ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ હાથમાં રહેલી લાકડીઓ અને મોટા પથ્થરો વડે પોલીસ વાહન (PCR) પર હુમલો શરૂ કરી દીધો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ તત્વો પોલીસકર્મીઓને પકડીને તેમની પર હુમલો કરી રહ્યા છે, બેફામ ગાળો ભાંડી રહ્યા છે અને પથ્થરમારો કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. 2 આરોપીની અટકાયત, એક હજુ પણ ફરાર આ ગંભીર ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસ પર હુમલો કરનારા તત્વોને પકડવા માટે પોલીસે તાત્કાલિક અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે હુમલો કરનારા 3 પૈકી 2 આરોપીની અટકાયત કરી લીધી છે અને ત્રીજા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સામાન્ય જનતાની સુરક્ષા સામે સવાલો અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ પર હુમલાની આ કોઈ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ આવા કિસ્સાઓ બની ચૂક્યા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ડરનો માહોલ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો ધોળા દિવસે ખાખી વર્દી અને પોલીસના વાહનો જ સુરક્ષિત ન હોય, તો આમ જનતા અને સામાન્ય નાગરિકોની સુરક્ષા કોના ભરોસે? સ્થાનિકોએ આવા અસામાજિક તત્વો સામે દાખલારૂપ અને કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે. ----- આ પણ વાંચો યુવકે કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલીને દંડા માર્યા, પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ અમદાવાદના મેમ્કો વિસ્તારમાં માથાભારે શખ્સે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર દંડાથી હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલ અને માથાભારે શખ્સને એક દિવસ પહેલા ગાર્ડનમાં બેસવા મામલે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને શખ્સે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. જે અંગે શહેરકોટડા પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. નરોડા વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતા અને મુળ નર્મદાના ઢોલાર ગામના વતની જયેશ વસવાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રસિંહ જાડેજા (રહે, આદર્શ સોસાયટી, મેઘાણીનગર) વિરૂદ્ધ હત્યાની કોશિષ, એટ્રોસિટીની ફરિયાદ કરી છે. જયેશ વસાવા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…
    Click here to Read More
    Previous Article
    RE-NEETમાં સોલ્વર ગેંગે બેસાડ્યા હતા નકલી પરીક્ષાર્થી:40 લાખમાં ડીલ; 5 મેડિકલ વિદ્યાર્થીઓ સહિત 24ની ધરપકડ, એક PMCHનો વિદ્યાર્થી
    Next Article
    હિંમતનગર હાઈવે પર બસ અકસ્માત, 7 ઘાયલ:ફસાયેલા ડ્રાઈવરને ફાયર વિભાગે પતરા ચીરી બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment