Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PCBની શરતોને કારણે પાકિસ્તાન WCLમાંથી બહાર:ભારતીય ખેલાડીઓ પાસેથી લેખિત માફી અને હેન્ડશેકની માગ હતી, આયોજકોએ સ્વીકારી નહીં

    6 hours ago

    પાકિસ્તાન ચેમ્પિયન્સે સોમવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજેન્ડ્સની ત્રીજી સિઝનમાંથી નામ પાછું ખેંચી લીધું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમને ટૂર્નામેન્ટમાં રમવા માટે NOC આપતી વખતે કેટલીક શરતો મૂકી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાં ગયા વર્ષની ઘટના અંગે ભારતીય ખેલાડીઓ પાસેથી લેખિત માફી અને આ વખતે બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક માટેની સંમતિનો સમાવેશ થતો હતો. WCL આયોજન સમિતિએ PCBની આ શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આયોજકોએ PCBની વ્યાવસાયિક શરતો સ્વીકારી લીધી હતી, પરંતુ લેખિત માફી અને હેન્ડશેકની માંગણી સ્વીકારી નહોતી. આ પછી પાકિસ્તાન ચેમ્પિયન્સે ટૂર્નામેન્ટમાંથી હટી જવાનો નિર્ણય લીધો. પાછલી સિઝનમાં ભારત પાકિસ્તાન સામે રમ્યું નહોતું NOC ન મળવાને કારણે ટુર્નામેન્ટમાંથી હટી ગયા પાકિસ્તાન ચેમ્પિયન્સે પોતાના સત્તાવાર નિવેદનમાં PCBની શરતો અથવા ભારતીય ખેલાડીઓ પાસે માફી માગવાની માંગનો ઉલ્લેખ કર્યો નથી. ટીમે કહ્યું કે PCB તરફથી જરૂરી NOC જાહેર કરવામાં ન આવવાને કારણે તે WCLમાં ભાગ લઈ શકશે નહીં. ટીમે નિવેદનમાં કહ્યું- 'પાકિસ્તાન ચેમ્પિયન્સને એ જણાવતાં અફસોસ થાય છે કે ટીમ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજેન્ડ્સમાં ભાગ લઈ શકશે નહીં. આ નિર્ણય PCB દ્વારા જરૂરી NOC જાહેર ન કર્યા બાદ લેવામાં આવ્યો છે. અમે PCBના અધિકાર અને તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. ભારત-પાકિસ્તાન મેચ પણ રદ શાહિદ આફ્રિદી હતા પાકિસ્તાન ટીમના કેપ્ટન પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને WCLની ત્રીજી સિઝનમાં પાકિસ્તાન ચેમ્પિયન્સની કપ્તાની કરવાની હતી. જોકે, બાંગ્લાદેશ સામેની ટીમની શરૂઆતની મેચ માટે તેઓ UAEમાં હાજર નહોતા.
    Click here to Read More
    Previous Article
    South Central 95: Parakala Prabhakar on the ECI, SIR and the deletion of voters
    Next Article
    ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં 10,000 રૂપિયા સુધીનો વધારો:6 મહિનામાં ત્રીજી વખત ફ્યુઅલ સરચાર્જ વધાર્યો, દિવાળી વેકેશનમાં ફરવા જવાનું મોંઘુ થયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment