Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં 10,000 રૂપિયા સુધીનો વધારો:6 મહિનામાં ત્રીજી વખત ફ્યુઅલ સરચાર્જ વધાર્યો, દિવાળી વેકેશનમાં ફરવા જવાનું મોંઘુ થયું

    10 hours ago

    દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ મંગળવારથી મોંઘી થઈ જશે. એરલાઇને સ્થાનિક ફ્લાઇટ્સમાં ₹1300 સુધી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ₹10,000 સુધીનો વધારાનો ફ્યુઅલ ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. નવી કિંમતો 6 ઓક્ટોબરની રાત્રે 12:01 વાગ્યાથી લાગુ થશે. ઇન્ડિગોએ છ મહિનામાં ત્રીજી વખત ફ્યુઅલ સરચાર્જ વધાર્યો છે. આ પહેલાં એરલાઇને આ વર્ષે 14 માર્ચે અને ત્યારબાદ 1 એપ્રિલે ભાડામાં વધારો કર્યો હતો. એરલાઇનના જણાવ્યા મુજબ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલ મોંઘું થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેટ ફ્યુઅલ 1 ઓક્ટોબરથી ₹16 મોંઘું થયું કંપનીએ ભાડું વધારવાનો નિર્ણય વિમાનોમાં વપરાતા ફ્યુઅલના મોંઘા થવાને કારણે લીધો છે. 1 ઓક્ટોબરથી સ્થાનિક એરલાઇન્સ માટે કિંમત ₹121થી વધીને હવે ₹137 થઈ ગઈ છે. એટલે કે 1 લિટર ATFની કિંમતમાં 16 રૂપિયા (લગભગ 13.2%)નો વધારો થયો છે. ત્રણ મહિનામાં જેટ ફ્યુઅલ ₹27.28 મોંઘું ઇન્ડિગો અનુસાર, માત્ર એક જ મહિનામાં જેટ ફ્યુઅલના ભાવ 14%થી વધુ વધી ચૂક્યા છે. તેના કારણે વિમાનમાં ભરાતું ઇંધણ હવે છેલ્લા 10 વર્ષમાં સૌથી મોંઘું થઈ ગયું છે. એરલાઇન્સ માટે સૌથી મોટો ખર્ચ જેટ-ફ્યુઅલનો હોય છે જેટ ફ્યુઅલના ભાવ વધવાને કારણે દુનિયાભરની એરલાઇન્સે માત્ર ટિકિટના ભાવ જ વધાર્યા નથી, પરંતુ પોતાના ભાવિ નાણાકીય અંદાજો એટલે કે ફાઇનાન્શિયલ આઉટલુકને પણ પાછા ખેંચી લીધા છે. એરલાઇન્સ માટે જેટ-ફ્યુઅલ સૌથી મોટો ખર્ચ હોય છે. કુલ ઓપરેટિંગ ખર્ચમાં તેનો હિસ્સો 30%થી 40% હોય છે. ઓઈલના ભાવમાં આવેલા આ અચાનક ફેરફારે એરલાઇન્સના બજેટને ખોરવી નાખ્યું છે. એર ન્યૂઝીલેન્ડ અને ક્વાન્ટાસ જેવી મોટી કંપનીઓએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વધેલા ખર્ચનો બોજ મુસાફરો પર નાખશે. --------------------------- આ સમાચાર પણ વાંચો: માત્ર વ્યાજથી 3,00,000 રૂપિયાની કમાણી:પોસ્ટ ઓફિસની સ્કીમમાં બેંકની FD કરતાં વધારે વ્યાજ, દરરોજ 200 રૂપિયાના રોકાણથી બનશે 10 લાખનું ફંડ સુરક્ષિત રોકાણ અને સારા વળતરની વાત આવે ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી સ્કીમ વધારે લોકપ્રિય છે. આ સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં નાની બચત કરીને પણ મોટું ફંડ એકત્રિત કરી શકાય છે. આવી જ એક યોજના છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ. જેમાં દરરોજ માત્ર 200 રૂપિયા બચાવીને તમે 10 લાખ રૂપિયાનું ફંડ એકત્રિત કરી શકો છો અને ખાસ વાત એ છે કે 3 લાખ રૂપિયાથી વધુની કમાણી માત્ર વ્યાજથી જ થઈ જાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    PCBની શરતોને કારણે પાકિસ્તાન WCLમાંથી બહાર:ભારતીય ખેલાડીઓ પાસેથી લેખિત માફી અને હેન્ડશેકની માગ હતી, આયોજકોએ સ્વીકારી નહીં
    Next Article
    તાલિબાને પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું!:30 ચોકીથી 5 હજાર સૈનિકો ઉભી પૂંછડીએ ભાગ્યા, મુનીરની આબરુના ધજાગરા, સરહદ વિવાદથી ભારતને શું લેવાદેવા? સમજો A TO Z

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment