Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગતપુરમાં જુગારના અડ્ડા પર PCBના દરોડા, પાંચ ઝડપાયા:ફ્લેટમાં જુગાર રમવા દેવા 300 રૂપિયા લેવાતા, પૈસા હારી જાય તો ગીરવે મૂકવા વાહનો લઈ આવતાં

    9 hours ago

    શહેરના જગતપુર વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો નામના ફ્લેટમાં એક મકાનમાં જુગારધામ ચાલતું હોવા અંગેની બાતમી PCBની ટીમને મળી હતી. જેના આધારે દરોડો પાડીને જુગાર રમતા પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપી મકાન માલિક બહારથી જુગાર રમવા માટે લોકોને બોલાવતો હતો અને દરેક જુગારી તેને 500 આપતો હતો. જે આરોપી જુગારમાં પૈસા હારી જાય તો તે પોતાના મોબાઈલ ફોન અને ગાડીઓ પણ ગીરવે મૂકતા હોવાથી લઈને આવતા હતા. પોલીસે દરોડો પાડી 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો PCB ટીમને બાતમી મળી હતી કે, ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી રોડ સેવીય સ્ટુડીયો બ્લોક A/705માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે PCB ટીમના મહાવીરથી અને ધર્મેન્દ્રસિંહ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. પાંચ લોકો જુગાર રમતા મળી આવ્યા હતા તેમની પાસેથી અંગજડતી તથા દાવના નાણા મળી કુલ્લે રોકડા રૂ.63,100, મોબાઇલ ફોન નંગ-5 કિ.રૂ.60,000, ફોર વ્હીલર-2 કિ.રુ.24,00,000 સહિતનો કુલ 25 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. જુગાર રમતા પાંચ લોકોને ઝડપી પાડ્યા પોલીસે મકાન માલિક વિસ્મય તારેશભાઇ પંડયા રહે.બ્લોક A/705, સેવીય સ્ટુડીયો ગોદરેજ ગાર્ડન સિટી રોડ પાસે જગતપુર, પ્રકાશભાઇ ડાહ્યાભાઇ પંચાલ રહે.211,સત્વ હોમ્સ 02 આશ્રય 10 ફલેટની બાજુમાં ન્યુ રાણીપ, રમેશભાઇ ઘનશ્યામભાઇ દલવાડી રહે.D/501,આશ્રય 10 ખોડીયાર માતાના મંદિર બાજુમાં, ન્યુ રાણીપ, ભાવીન પ્રવીણભાઇ પટેલ રહે.B -502, ગણેશ સોપાન ફલેટ, ન્યુ રાણીપ, વાલજીભાઇ રામજીભાઇ ટાંક રહે.B/406, વીકટોરી સન રાઇઝ વિશ્વાસ સીટી 7ની સામે ન્યુ ગોતાની ધરપકડ કરી હતી. મોંઘીદાટ કિંમતની વિવિધ બ્રાન્ડની ડુપ્લીકેટ ઘડિયાળનું વેચાણ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલી ક્વીક સ્ટોરમાં મોંઘીદાટ કિંમત ધરાવતી વિવિધ બ્રાન્ડની ડુપ્લીકેટ ઘડિયાળ વેચાતી હતી. કંપનીના અધિકારીને માહિતી મળતા તેમણે તપાસ કરાવી હતી. જેમાં ડુપ્લીકેટ ઘડિયાળ વેચાતી હોવાનું જાણવા મળતા સોલા પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી. પોલીસે કંપનીના વ્યક્તિને સાથે રાખીને આ દુકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસે 132 ડુપ્લીકેટ ઘડિયાળ કબ્જે લઇને ગુનો નોંધ્યો વંદે માતરમ રોડ પર ક્વીક સ્ટોર નામની દુકાનમાંથી વેપારી મૌલિક અશ્વિનભાઇ પારેખ (રહે. ઋતુરાજ સોસા., ચાંદલોડિયા) પાસેથી વિવિધ કંપનીની વિવિધ ડુપ્લીકેટ ઘડિયાળો મળી આવી હતી. પોલીસે વેપારી મૌલિક પારેખની દુકાનમાંથી કુલ 132 ડુપ્લીકેટ ઘડિયાળ કબ્જે લઇને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, વેપારી મૌલિક આ તમામ ડુપ્લીકેટ ઘડિયાળનો જથ્થો મુંબઇથી લાવીને રૂ. 500 થી માંડીને બે-ત્રણ હજારમાં વેચતો હોવાનું સામે આવ્યુ છે.
    Click here to Read More
    Previous Article
    હોટેલ-રેસ્ટોરાં સહિતને તાત્કાલિક PNG કનેક્શન અપાશે:CMની સૂચના, ગેસ પુરવઠા મુદ્દેની બેઠકમાં નિર્ણય; ઘરેલૂ LPG માટે આ હેલ્પલાઈન પર સંપર્ક કરો
    Next Article
    જોરાવરનગર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ કરણકુમાર પન્નાનું સન્માન:સમાજ સેવકોએ શુભેચ્છા મુલાકાત કરી ટ્રાફિક મુદ્દે ચર્ચા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment