Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PCBનું 3 વર્ષનું સાયલન્ટ ઓપરેશન સફળ:સુરતમાં 26 વર્ષ પહેલાં હત્યા કરી ફરાર આરોપી નાસિકથી ઝડપાયો, આરોપીએ 26 વર્ષમાં ક્યારેય મોબાઈલ ન વાપર્યો

    9 hours ago

    કાયદાના હાથ લાંબા હોય છે તે ઉક્તિ સુરત PCBની ટીમે ફરી એકવાર સાચી સાબિત કરી બતાવી છે. વર્ષ 2000માં પાંડેસરા વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં યુવકની લાકડાના ફટકા મારી કરપીણ હત્યા કરી છેલ્લા 26 વર્ષથી ફરાર 62 વર્ષીય આરોપી ઉમેશ ગોપાલ માનકરને પીસીબીની ટીમે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ઈંટના ભઠ્ઠામાંથી દબોચી લીધો છે. પોલીસ પકડથી બચવા માટે આરોપીએ 26 વર્ષ સુધી ન તો ક્યારેય મોબાઈલ ફોન વાપર્યો હતો કે ન તો ક્યારેય પોતાના વતન પગ મૂક્યો હતો. જોકે, પોલીસે તેની બહેનો અને ભાણેજો પર સતત 3 વર્ષ સુધી ગુપ્ત વોચ રાખી આખરે હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વર્ષ 2000માં હમાલી કામ દરમિયાન ઝઘડો થતાં હત્યા કરી હતી પોલીસ પૂછપરછમાં સામે આવેલી વિગતો મુજબ, પકડાયેલો આરોપી ઉમેશ ગોપાલ માનકર (ઉં.વ. 62, મૂળ નિમરાની, જી. ખરગોન, મધ્યપ્રદેશ) વર્ષ 2000માં સુરતના પાંડેસરા વિસ્તારમાં હમાલી કામ કરતો હતો. તે દરમિયાન તેનો દત્તુ માલજી પાટીલ નામના વ્યક્તિ સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આવેશમાં આવી ઉમેશે લાકડાના ફટકા વડે દત્તુ પાટીલ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા દત્તુ પાટીલનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યા હેઠળ ગુનો નોંધાયો હતો, ત્યારથી આરોપી નાસતો-ફરતો હતો. ધરપકડથી બચવા ક્યારેય મોબાઈલ ન વાપર્યો હત્યા કર્યા બાદ પોલીસ પકડથી બચવા માટે આરોપી ઉમેશ માનકર અત્યંત સાવચેતીપૂર્વક છૂપાઈને રહેતો હતો. તે મધ્યપ્રદેશના બડવાણી, ઉજ્જૈન, ઇન્દોર તેમજ મહારાષ્ટ્રના નાસિક ખાતે સ્થળો બદલી-બદલીને છૂટક મજૂરી કરતો હતો. પોલીસ કોઈ રીતે ટ્રેસ ન કરી શકે તે માટે તે આજદિન સુધી કોઈ મોબાઈલ ફોન પણ વાપરતો નહોતો તેમજ પોતાના વતન જવાનું પણ સંપૂર્ણપણે ટાળતો હતો. PCBનું 3 વર્ષનું સાયલન્ટ ઓપરેશન, બહેનો અને ભાણેજો પર વોચ રાખી પગેરું મેળવ્યું પીસીબી પીઆઈ આર.એસ. સુવેરાના માર્ગદર્શન હેઠળ ટીમે જૂના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓની ડેટા એનાલિસિસ હાથ ધરી હતી. ઉમેશના પરિવારમાં માત્ર તેની બે બહેનો જ હોવાથી, પોલીસે આરોપી સુધી પહોંચવા માટે તેની બંને બહેનો અને તેના ભાણેજો પર સતત ત્રણ વર્ષ સુધી ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સિસથી બાજ નજર રાખી હતી. આ દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી હાલ મહારાષ્ટ્રના નાસિક ગ્રામીણ સ્થિત સાઈંખેડાના ગંગાનગર ખાતે લાલાભાઈના ઈંટના ભઠ્ઠામાં મજૂરી કામ કરી આશરો લઈ રહ્યો છે. ઈંટના ભઠ્ઠામાંથી દબોચી પાંડેસરા પોલીસને સોંપાયો મળેલી બાતમીની ખરાઈ કરી ઉચ્ચ અધિકારીઓની મંજૂરી બાદ PSI એસ.આર. પટેલ તથા PCB ટીમ દ્વારા ASI દિલીપસિંહ કેશરીસિંહ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીની ટીમને નાસિક રવાના કરવામાં આવી હતી. ટીમે બાતમીવાળા સ્થળે દરોડો પાડી 62 વર્ષીય વૃદ્ધ આરોપી ઉમેશ ગોપાલ માનકરને ઝડપી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આગળની કાયદેસર તપાસ માટે આરોપીનો કબજો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાએ સહકર્મીને વીડિયો કોલ પર ફાંસીનો ફંદો બતાવ્યો:પૂછ્યું- લગ્ન કરશો કે નહીં, સવારે મૃતદેહ મળ્યો; બંને હૈદરાબાદની મલ્ટીનેશનલ કંપનીના કર્મચારી
    Next Article
    માધાપરમાં મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત:સોનાના ચોરાઉ ચેઇન સાથે માતા-પુત્રી ઝડપાઈ, માતા વિરુદ્ધ 13 તો પુત્રી સામે 2 ગુના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment