Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંરજપોળ પાસે નશામાં ધૂત રિક્ષાચાલકે ટક્કર મારતા વૃદ્ધનું મોત:સ્થાનિકોએ પકડી ફટકાર્યો, વસ્ત્રાપુરમાં કંપનીમાં કામ કરતો કર્મચારી 13 લોકોના 2 લાખ લઈ ફરાર

    12 hours ago

    શહેરના પાંજરાપોળ ચાર રસ્તાથી પર્યાવરણ મંદિર તરફ ચાલતા જઈ રહેલા વૃદ્ધને નશામાં ધૂત લોડિંગ રિક્ષાચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજા થતા સ્થળ પર મોત નિપજ્યું હતું. તો વસ્ત્રાપુરમાં કંપનીના કર્મચારીએ 13 લોકો પાસેથી 1.93 લાખ મેળવી કંપનીમાં જમા ન કરાવી છેતરપિંડી આચરી છે. વાસણામાં એક શખ્સ વૃદ્ધના ઘરમાં ઘૂસી વૃદ્ધ સાથે મારામારી કરી 75 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. તેમજ ઉસ્માનપુરા પાસે એક ટુ-વ્હીલર ચાલકે કારચાલકને રોકી અકસ્માત કર્યો હોવાનું કહી સારવાર કરાવવાના બહાને એક લાખ પડાવ્યા હતા. ચારેય ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લોડિંગ રિક્ષાએ ટક્કર મારતા વૃદ્ધ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા પાંજરાપોળ ચાર રસ્તા નજીક નશામાં ધૂત લોડિંગ રિક્ષાચાલકે ટક્કર મારતા 69 વર્ષીય હરિપ્રસાદ પાંડેનું મોત નીપજ્યું હતું. હરિપ્રસાદ પાંડે પાંજરાપોળથી પર્યાવરણ મંદિર તરફ પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે તક્ષશીલા પાસે ઓએનજીસીની દીવાલ પાસેથી પૂરઝડપે આવેલી રિક્ષાએ તેમને ટક્કર મારી હતી. ટક્કર વાગતા હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ ભેગા થયેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કરનાર રિક્ષાચાલક રાજુ જાટવને પકડી મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો હતો. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વસ્ત્રાપુરમાં 13 લોકો પાસેથી પૈસા લઈ કંપનીમાં જમા ન કરાવી ઠગાઈ વસ્ત્રાપુર વિસ્તારમાં કંપનીમાં કામ કરતા કર્મચારીએ જ 1.93 લાખની છેતરપિંડી આચરી છે. વસ્ત્રાપુરમાં રહેતા સાકેતભાઈ વિશ્વકર્મા કંપની સંચાલિત પીજીમાં નોડલ ઓફિસર તરીકે કામ કરે છે. કંપનીમાં કેપ્ટન તરીકે કામ કરતો પ્રમોદ બાંદલા નવા લોકોની નિમણૂક તેમજ પેમેન્ટનો હિસાબ રાખતો હતો. થોડા દિવસ પહેલા તે રજા પર ગયો હતો. તે દરમિયાન કેટલાક લોકોએ પેમેન્ટ કર્યા છતાં એપ્લિકેશનમાં એન્ટ્રી ન હોવાનું કંપનીમાં જણાવ્યું હતું. જે બાદ તપાસ કરવામાં આવતા પ્રમોદે 13 લોકો પાસેથી લીધેલા 1.93 લાખ કંપનીમાં જમા ન કર્યાનું બહાર આવ્યું હતું, જેને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વાસણામાં તસ્કરે ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી વાસણા વિસ્તારમાં આવેલા ધનુષધારી સોસાયટીમાં 91 વર્ષીય નરેન્દ્ર શાહના ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. નરેન્દ્ર શાહ તહેવાર નિમિત્તે અમેરિકાથી અમદાવાદ આવ્યા હતા. ગત 8 તારીખે તેમના ઘરે સૂતા હતા. અચાનક રાત્રે અવાજ આવતા નરેન્દ્રભાઈ જાગી ગયા હતા. તે બાદ રૂમમાંથી બહાર આવતા જ એક શખ્સે તેમની સાથે મારામારી કરી હતી. ત્યારબાદ કબાટમાં રાખેલા આશરે 75 હજાર રૂપિયા લૂંટી ફરાર થઈ ગયો હતો, જેને લઈને વૃદ્ધે અજાણ્યા આરોપી સામે વાસણા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત થયો હવાનું કહી બાઈકચાલક પૈસા લઈ ફરાર આંબાવાડી વિસ્તારમાં રહેતા અનિલભાઈ કોઠારી સાથે અકસ્માતના નામે ઠગાઈની આચરવામાં આવી છે. ગત 11 તારીખે અનિલભાઈ કાર લઇને જઈ રહ્યા હતા, ત્યારે ઉસ્માનપુરા પાસે એક ગઠિયો ટુ-વ્હીલર પર આવી તેમની ગાડી રોકી હતી. અકસ્માત થયો હોવાનું કહી ઇજા થઈ હોવાનું નાટક કર્યું હતું. જે બાદ આરોપી અનિલભાઇને કોટ વિસ્તારમાં હાડવૈદ પાસે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ લઇ ગયો. સર્જરી કરાવવાની જરૂર હોવાનું કહી આરોપીએ બેંકમાં લઇ જઈ એક લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેમજ 70 હજારનો ચેક પણ લીધો. જો કે બાદમાં અકસ્માત થયો જ ન હોવાનું બહાર આવતા અનિલભાઇએ વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ગિલ-મંધાના બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર::BCCI સેરેમનીમાં T-20 વર્લ્ડકપ જીતનારી ટીમ સન્માનિત, દ્રવિડ-મિતાલીને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ
    Next Article
    ખંભાળિયાની તરઘડી ડમ્પિંગ સાઈટ પર આગ લાગી:ફાયર ટીમે સમયસર કાબુ મેળવી મોટી દુર્ઘટના ટાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment