Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ક્રિકેટ મેચમાં પહેલી વાર વંદેમાતરમ ગવાયું; વિમેન્સ ટીમે એશિયા કપ જીત્યો, PCB ચીફ પાસેથી ટ્રોફી ન લીધી

    6 hours ago

    નમસ્તે, દિલ્હીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટી-20 પહેલા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની મેચમાં પહેલી વાર ‘વંદે માતરમ’ ગવાયું. બીજી તરફ, દુબઇમાં ભારતે વિમેન્સ એશિયા કપનો ખિતાબ 8મી વાર જીત્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે SBI ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે RBI રેપો રેટ વધારી શકે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સ્કૉટલેન્ડ-વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના લીડર્સ કાર્ડિફમાં મીટિંગ કરશે. ત્રણેય દેશ બ્રિટનથી અલગ થઈ શકે છે. 2. આજથી દેશભરમાં ગણેશ ઉત્સવની શરૂઆત. 📰 કાલના મોટા સમાચારો 1. ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું:પહેલી T20માં 157 રનનો ટાર્ગેટ 13.4 ઓવરમાં ચેઝ કર્યો; અભિષેકે 32 બોલમાં 82 રન ફટકાર્યા ભારતે પહેલી T20માં અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. ટીમે 157 રનનો ટાર્ગેટ 13.4 ઓવરમાં ચેઝ કરી લીધો. અભિષેક શર્માએ 32 બોલમાં 82 રનની ઇનિંગ્સ રમી. તેણે 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. અભિષેકે ઈશાન કિશન સાથે 121 રનની ભાગીદારી કરી. ઈશાન 42 રન બનાવીને આઉટ થયો. આ પહેલા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 156 રન બનાવ્યા હતા. અઝમતુલ્લાહ ઓમરઝાઇએ અણનમ 64 રન બનાવ્યા. ભારત માટે અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી:પાકિસ્તાનના ગૃહ મંત્રી છે નકવી; 8મી વાર એશિયા કપ ચેમ્પિયન બની ટીમ ઇન્ડિયા ભારતીય મહિલા ટીમે એશિયા કપ ખિતાબ જીત્યા બાદ મોહસિન નકવીના હાથથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલા પુરુષ એશિયા કપમાં પણ ભારતે નકવીના હાથથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો હતો. રવિવારે ભારતે દુબઇમાં યોજાયેલા ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાને 72 રનથી હરાવીને 8મી વાર એશિયા કપ જીત્યો. ત્યારબાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં શ્રીલંકન ટીમની કેપ્ટને નકવી પાસેથી ઉપવિજેતા ટ્રોફી અને ચેક લીધો. પરંતુ, ભારતીય ટીમ સ્ટેજ પર ન આવી. અહીં જ પ્રેઝન્ટેશન સેરેમની પૂરી કરી દેવામાં આવી. શા માટે ન લીધી નકવી પાસેથી ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને પાકિસ્તાન સરકારમાં ગૃહ મંત્રી પણ છે. તેમણે ઓપરેશન સિંદૂર સમયે ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા. આ જ કારણથી 2025માં ભારતીય પુરુષ ટીમે તેમના હાથથી ટ્રોફી લીધી ન હતી. ભારતીય મહિલા ટીમે પણ તે જ સ્ટેન્ડ પર કાયમ રહેતા નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. BRICSના વેજ ડિનર મેનૂ પર રાહુલે સવાલ ઉઠાવ્યો:કિરણ રિજિજુ બોલ્યા- દુનિયાભરના નેતાઓને ભારતીય ભોજન પસંદ આવ્યું, કોંગ્રેસ તેના પર રાજનીતિ કરી રહી છે રાહુલ ગાંધીએ રવિવારે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરતા લખ્યું કે ભારતમાં 80% લોકો નોન-વેજિટેરિયન છે. ભારતનું નોન-વેજ ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પોસ્ટ કરતા લખ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે કોંગ્રેસ પાર્ટી BRICS દેશોના નેતાઓને પીરસવામાં આવેલા ભોજનના મેનૂ પર પણ રાજનીતિ કરી રહી છે. મહેમાનોએ ભારતીય શાકાહારી ભોજનનો આનંદ માણ્યો, જે સ્વાદ અને પોષણથી ભરપૂર હતું અને જેમાં અલગ-અલગ પ્રદેશોની પરંપરાઓની ઝલક હતી. હકીકતમાં 12 સપ્ટેમ્બરે આયોજિત ડિનરના મેનૂમાં પનીર સાથે સૂકી ભાજી, બીટનું રાયતુ, ગુજરાતી ખાંડવી અને મિલેટ્સનો પુલાવ રાખવામાં આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. હોમ લોન અને કાર લોનના હપ્તા વધશે:RBI 0.50% સુધી રેપો રેટ વધારી શકે છે, ક્રૂડ ઓઇલ 100 ડોલર પાર થવાથી મોંઘવારી વધશે; SBIનો દાવો આવનારા દિવસોમાં તમારી હોમ લોન અને કાર લોન મોંઘી થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટમાં વધારો કરી શકે છે. રિપોર્ટ મુજબ, RBI ઓક્ટોબરની ક્રેડિટ પોલિસીમાં રેપો રેટ 0.25% વધારી શકે છે, ત્યારબાદ ડિસેમ્બરમાં પણ આટલો જ વધારો કરી શકે છે. એટલે કે 0.50% સુધી રેપો રેટ વધી શકે છે. હાલમાં ઓગસ્ટમાં યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં RBIએ રેપો રેટને સતત ચોથી વખત 5.25% પર સ્થિર રાખ્યો હતો. જોકે, હવે 5 થી 7 ઓક્ટોબર વચ્ચે યોજાનારી આગામી MPC બેઠકમાં દરો વધારવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. 5. 9/11 હુમલા પહેલા ભારત પણ આતંકી લાદેનની હિટ લિસ્ટમાં હતું:8 દેશમાં તબાહી મચાવવાનું હતું ષડયંત્ર; CIAના ગુપ્ત દસ્તાવેજોમાં ચોંકાવનારો ખુલાસો આતંકવાદી સંગઠન અલ-કાયદાનો સરગના ઓસામા બિન લાદેન 9/11ના હુમલા પહેલા ભારતને પણ નિશાન બનાવવા માંગતો હતો. અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા તાજેતરમાં જારી કરાયેલા એક દસ્તાવેજમાંથી આ જાણવા મળ્યું છે. 28 ઓગસ્ટ 1998ના આ રિપોર્ટમાં બિન લાદેનની ભારત સહિત ઘણા દેશોમાં હુમલાની યોજનાનો ઉલ્લેખ છે. જોકે, તેમાં ભારતમાં કોઈ ખાસ જગ્યા કે હુમલાની તારીખ વિશે માહિતી આપવામાં આવી નથી. CIAએ 9/11 હુમલાની 25મી વર્ષગાંઠના અવસરે શુક્રવારે બિન લાદેન સંબંધિત 70થી વધુ ગુપ્ત રિપોર્ટ્સ સાર્વજનિક કર્યા છે. તેમાં 100 થી વધુ પાનાની માહિતી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, મોરબીમાં વીજળી પડતાં માતા-પુત્રનું મોત, સૌરાષ્ટ્ર-કચ્છમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડા 3.35 ઈંચ નોંધાયો. તો બોટાદના બરવાળામાં 3.27 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 47 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું. દીવના દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. મોરબીના હળવદ તાલુકાના માથક ગામે માધવ ગોકળભાઈની વાડીએ મજૂરી કામ કરી રહેલા શ્રમિક મહિલા અને તેના બાળક પર વીજળી પડી. જેમાં 28 વર્ષીય મનકુબેન નાયક અને 4 વર્ષીય પુત્ર શ્યામ નાયકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે 13-15 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સગીરાએ કૂદકો મારતા જ પોલીસે હાથ પકડી લીધો, VIDEO:માતા સાથે ઝઘડો થતા 14 વર્ષીય કિશોરી ધાબા પર આત્મહત્યા કરવા પહોંચી, સુરત પોલીસનું દિલધડક રેસ્ક્યૂ સુરતના ગોડાદરામાં રહેતી 14 વર્ષીય કિશોરી ધાબા પરથી આત્મહત્યા કરે તે પહેલા જ પોલીસે પહોંચી બચાવી લીધી. સામાન્ય બાબતમાં માતાએ ઠપકો આપતા કિશોરી ઘરના ધાબા પર પહોંચી ગઈ અને સીડી કેબીનનો દરવાજો બંધ કરી દીધો. માતાએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કિશોરી સાથે વાતચીત ચાલુ રાખી. આ સમયે જ એક પોલીસકર્મી બાજુના ઘરની અગાશીમાંથી દીવાલ ટપી કિશોરી નજીક પહોંચી ગયો. જો કે, પોલીસને જોતા જ કિશોરીએ દીવાલ પરથી કૂદકો મારવાનો પ્રયાસ કર્યો. જોકે, પોલીસકર્મીએ સમયસૂચકતા વાપરી કિશોરીને હાથ પકડી લીધો આ સમયે જ અન્ય પોલીસકર્મીઓ પણ આવી જતા તમામે ભેગા મળી બચાવી લીધી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : યુપીના 26 જિલ્લામાં પૂર:MPના 15 જિલ્લા એલર્ટ પર, મંદાકિનીનું જળસ્તર વધ્યું; બિહારમાં પૂરથી 44 લાખ લોકો પ્રભાવિત (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : બ્રિટનથી અલગ થઈ શકે છે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ:આવતીકાલે નેતાઓની મીટિંગ, આઝાદીના નિર્ણય પર જનમત સંગ્રહ શક્ય (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : અમિત શાહ બોલ્યા- 2029 સુધીમાં 21 રાજ્યોમાં UCC લાગુ થશે:અહીં NDAની સરકારો; હાલ માત્ર ઉત્તરાખંડમાં લાગુ, MP-ગુજરાત, આસામમાં તૈયારી (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : BRICS ફોટો સેશનમાં જિનપિંગ-પુતિનની વચ્ચે PM મોદી:PMએ કહ્યું- ટેકનોલોજી-મિનરલ્સને હથિયાર બનાવવા ખોટું, તેનાથી વિશ્વના વિકાસ પર અસર પડશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : બેંકોમાં આ અઠવાડિયે 4 દિવસની રજા:14 થી 20 સપ્ટેમ્બર સુધી શહેરો પ્રમાણે SBI, HDFC, ICICI અને PNB બેંકો બંધ રહેશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : ભારતીય ક્રિકેટના 94 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અનોખી સિરીઝ:દિલ્હીમાં મેચ છતાં ટીમ ઇન્ડિયા વિદેશી હશે, પિચ પણ અફઘાન ટીમ નક્કી કરશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બધું જ હોવા છતાં રાજા વ્યાકુળ રહેતો:સંતે લાકડી દ્વારા શીખ આપી, ગુસ્સાને નિયંત્રિત કરવાની અને પ્રેમ-કરુણાને અપનાવવાની રીત સમજાવી (વાંચો સંપૂર્ણ વાર્તા) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ બિલાડી ₹839 કરોડની માલિક અમેરિકાની એક બિલાડી સોશિયલ મીડિયા પર એટલી પોપ્યુલર છે કે તેનાથી જોડાયેલો બિઝનેસ કરોડો સુધી પહોંચી ગયો. નાલા નામની બિલાડીના ઇન્સ્ટાગ્રામ પર 42 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેની અનુમાનિત નેટવર્થ આશરે ₹839 કરોડ બતાવવામાં આવે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : ગુજરાતના કયા મંદિરમાં મોબાઇલથી વીડિયો શૂટ કરીએ તો કેસ થાય?: દ્વારકાના વીડિયોકાંડમાં વાઇરલ યુવકે કહ્યું, માફી મંગાવી, ને કેસ પણ કર્યો, કાયદો બધા માટે અલગ કેમ? 2. ખાખી કવર : આત્માએ કહ્યું ને 11 જણાનો પરિવાર ફાંસીએ લટકી ગયો!: પિતા સૌને મર્યા પછી ફરી જીવતા કરવાના હતા! ઘરમાંથી આત્મા કાઢવા માટે પાઇપો ગોઠવ્યા હતા 3. સ્પાય ફાઈલ્સ : તે જાસૂસ જેના બળે ઇઝરાયલે 6 દેશોને હરાવ્યા: દારૂ અને છોકરીઓના સહારે રક્ષામંત્રી બનવાનો હતો, ચોક વચ્ચે ફાંસી આપવામાં આવી; પાર્ટ-2 4. આજનું એક્સપ્લેનર: શું ચીન-ભારત એક જ પક્ષમાં આવવાના છે; 7 વર્ષ પછી જિનપિંગના દિલ્હી પ્રવાસનું મહત્ત્વ, શું કંઈ નક્કર પરિણામ મળશે 5. 'રાત્રે ઊંઘ નથી આવતી, આખી દુનિયાના વિચારો આવે છે': 'ઓફિસ, ભવિષ્ય અને મોતની ચિંતા સતાવે છે'; ઓવરએક્ટિવ મગજને શાંત કરવાની સરળ ટિપ્સ જાણો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ સોમવારનું રાશિફળ:વૃષભ-મિથુન રાશિ પર ગ્રહો મહેરબાન, મકર જાતકોએ આંખ બંધ કરીને કોઈના ઉપર વિશ્વાસ ન કરવો વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    પોલીસ લખેલી ગાડીએ અક્સ્માત કર્યો:બોપલમાં 6 વાહનોને ટક્કર મારી નશામાં ધૂત વ્યક્તિ ભાન ભૂલ્યો,લોકોએ વિડિઓ વાયરલ કરી પોલીસને જાણ કરી
    Next Article
    Happy Ganesh Chaturthi 2026: 90+ Best Wishes, Short Messages And Ganpati Bappa Morya Greetings To Welcome Lord Ganesha

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment