Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડસર રોડ પર કારમાંથી દોઢ લાખથી વધુનો દારૂ ઝડપાયો:PCBએ દરોડો પાડી કેરળના શખસની ધરપકડ કરી

    1 day ago

    વડોદરા શહેરમાં દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ હેઠળ મોટી સફળતા મળી છે. વડસર રોડ પર વિશ્વામિત્રી નદીના ત્રીજા પુલ નજીક અંબિકા કેન્ટીન પાસે દરોડો પાડીને પોલીસે ટાટા પંચ કારમાંથી ગેરકાયદેસર રીતે લવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ મામલે મૂળ કેરળના અને હાલ ગોરવા વિસ્તારમાં રહેતા શખ્સની ધરપકડ કરી રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી દરોડો પાડ્યો પીસીબી પોલીસનો સ્ટાફ સુસેન સર્કલ અને મકરપુરા રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ કેરળનો અને ગોરવામાં શિવ ભક્તિ ફ્લેટમાં રહેતો સ્મીજીથ ગોપાલ નાયર પોતાની સફેદ રંગની ટાટા પંચ કારમાં દારૂનો જથ્થો ભરી વડસર પુલ પાસે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને દરોડો પાડતાં કારચાલક પાસેથી દારૂ સંબંધિત કોઈ માન્ય પાસ-પરમિટ કે પુરાવા મળી આવ્યા નહોતા. દારૂનો જથ્થો કારની ડીકી અને સીટ નીચેથી મળ્યો પોલીસે કારની ડીકી તથા પાછળની સીટ નીચે તપાસ કરતાં હરિયાણામાં વેચાણ માટે માન્ય હોય તેવો રૂ.1,89,408ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પીસીબીની ટીમે વિદેશી દારૂ, ટાટા પંચ કાર અને અન્ય મળીને રૂ.7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના હિતાર્થ કારિયાની ટીમે AI હેકાથોનમાં ₹50,000 જીત્યા:TetraTHON 2026 માં 160+ ટીમો વચ્ચે દ્વિતીય સ્થાન મેળવ્યું
    Next Article
    Amid Hardik Pandya Trade Rumours, R Ashwin Warns CSK Not To Make This Costly Mistake

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment