Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના હિતાર્થ કારિયાની ટીમે AI હેકાથોનમાં ₹50,000 જીત્યા:TetraTHON 2026 માં 160+ ટીમો વચ્ચે દ્વિતીય સ્થાન મેળવ્યું

    1 day ago

    વેરાવળના વિદ્યાર્થી હિતાર્થ કારિયા અને તેમની ટીમે તાજેતરમાં આયોજિત ઇન્ટરનેશનલ AI ML હેકાથોન – TetraTHON 2026 માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ તેમને ₹50,000 નું રોકડ ઇનામ પણ મળ્યું છે. હિતાર્થ અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં B.E. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠિત હેકાથોન ઇન્ટરનેશનલ ફ્રેન્ચ કોલાબ્રેશન હેઠળ યોજાઈ હતી. તેમાં દેશભરમાંથી 160 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 44 ટીમોને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. શોર્ટલિસ્ટ થયેલી આ ટીમોએ 36 કલાક સુધી ચાલેલી હેકાથોનમાં પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ કઠિન સ્પર્ધામાં હિતાર્થ કારિયા અને તેમની ટીમે તેમના ઇનોવેશન, ટેકનિકલ એક્સેલન્સ અને ઉત્તમ ટીમવર્કના આધારે પ્રથમ રનર-અપનો ખિતાબ મેળવ્યો. તેમની આ સિદ્ધિએ વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વેરાવળ લોહાણા મહાજનના અગ્રણીઓ અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ પણ હિતાર્થ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લુધિયાણામાં ટેકઓફ પહેલાં વિમાનમાંથી આવ્યો જોરદાર અવાજ:પાયલટે ફ્લાઇટ પાછી વાળી; 4 કલાક એરપોર્ટ પર ફસાયા મુસાફરો
    Next Article
    વડસર રોડ પર કારમાંથી દોઢ લાખથી વધુનો દારૂ ઝડપાયો:PCBએ દરોડો પાડી કેરળના શખસની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment