Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે બાળકોના પિતાને યુવતી સાથે પ્રેમ કરવો ભારે પડચો:ઓરકેસ્ટ્રા ગર્લ વચ્ચેના આડા સંબંધોએ સિંગર યુવકનું વિવાહિત જીવન ચકડોળે ચડાવ્યું, PBSC ટીમે મામલો થાળે પાડ્યો

    7 hours ago

    પ્રેમ આંધળો હોય છે એવું કહેવાય છે, પરંતુ જ્યારે આ પ્રેમ સામાજિક મર્યાદાઓ અને પારિવારિક જવાબદારીઓને ઓળંગે ત્યારે તે કેવી મુશ્કેલી સર્જી શકે છે તેનો જીવંત કિસ્સો મહેસાણા પંથકમાં સામે આવ્યો હતો. ગાયક કલાકાર તરીકે વ્યવસાય કરતા બે બાળકોના પિતાને કાર્યક્રમ દરમિયાન પરિચયમાં આવેલી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ભારે પડયો હતો. અંતે, પોલીસ સ્ટેશન બેઈઝડ સ્પોર્ટ સેન્ટરના હસ્તક્ષેપ અને ઊંડાણપૂર્વકના કાઉન્સેલિંગ બાદ આ વિવાદનો સુખદ અંત આવ્યો છે. બે સંતાનના પિતાને ઓરકેસ્ટ્રામાં કામ કરતી યુવતી સાથે પ્રેમ થયો મહેસાણા જિલ્લાના વતની અને વ્યવસાયે સિંગર એવા એક મુસ્લિમ યુવકના નિકાહને આઠ વર્ષ વીત્યા હતા અને તેને સંતાનમાં બે બાળકો પણ હતા. પોતાના સુખી સંસાર વચ્ચે યુવક જ્યારે સિંગિંગના પ્રોગ્રામોમાં જતો ત્યારે તેની મુલાકાત ઓરકેસ્ટ્રામાં કામ કરતી એક યુવતી સાથે થઈ હતી. વારંવારના સંપર્કને કારણે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને વાત શારીરિક સંબંધો સુધી પહોંચી હતી. યુવતીએ લગ્ન કરવા જીદ કરી સમય જતાં આ સંબંધો યુવક માટે વિવાદનું ઘર બની ગયા હતા. યુવતીએ આ સંબંધને લગ્નમાં પરિણમવા માટે દબાણ શરૂ કર્યું હતું. યુવક પરિણીત હોવા છતાં યુવતી તેને છોડવા તૈયાર નહોતી. તે અવારનવાર યુવકના ઘરે જઈ હોબાળો મચાવતી તેના કાર્ય સ્થળે જઈ અપશબ્દો બોલી આજુબાજુના લોકોને હેરાન કરતી અને તેના મિત્ર વર્તુળમાં પણ યુવકને બદનામ કરવાની ધમકીઓ આપતી હતી. યુવકે સમજાવટના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ યુવતી પોતાની જીદ પર અડગ રહી હતી. ‘સંબંધનું ભવિષ્ય જોખમી છે’ કંટાળીને યુવકે આખરે પોલીસ સ્ટેશન બેઈઝડ સ્પોર્ટ સેન્ટરનો દરવાજો ખખડાવ્યો હતો. અરજીના આધારે સેન્ટર દ્વારા યુવતીને તેડાવવામાં આવી હતી. જ્યાં કાઉન્સેલર નીલમ પટેલ દ્વારા યુવતીની ભૂતકાળ અને વર્તમાનની પરિસ્થિતિને ધ્યાને રાખી લાંબુ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેને સમજાવવામાં આવ્યું હતું કે, આ સંબંધનું ભવિષ્ય જોખમી છે અને કાયદાકીય તેમજ સામાજિક ગૂંચવણો વધી શકે તેમ છે. બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો ગંભીર પરામર્શ અને ગ્રૂપ મીટિંગ બાદ યુવતીને પોતાની ભૂલ સમજાઈ હતી. તેને ભવિષ્યના જોખમોનો અહેસાસ થતાં તેણે સમજદારી દાખવી હતી. અંતે બંને પક્ષોએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને ભવિષ્યમાં એકબીજાને હેરાન ન કરવાની ખાતરી આપી હતી. આમ PBSCના મધ્યસ્થી પ્રયાસોથી એક હસતો-રમતો પરિવાર વિખેરાતા બચી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજસીટોક ગુનામાં ચાર આરોપી ઝડપાયા:પોરબંદર LCBએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના કેસમાં પકડ્યા
    Next Article
    કાસા વ્યોમા સોસાયટીમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ:ફાઇનલમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment