Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PASA વોરંટની બજવણી ટાળવા ફરાર આરોપી અમદાવાદથી દબોચાયો:UPમાં મજૂરી, ભરૂચ-અમદાવાદમાં સિક્યોરિટી ગાર્ડ, સુરત ક્રાઇમ બ્રાન્ચે 12 વર્ષ જૂના ગુનાના ઝડપી પાડ્યો

    7 hours ago

    સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પડાયેલા આરોપીએ પાસા અટકાયતી હુકમની બજવણી ટાળવા માટે મૂળ ઉત્તર પ્રદેશના બાંદાનો અવધબિહારી માતાદિન તિવારી (ઉં.વ. 46) જાહેરનામાનો ભંગ કરી ફરાર થઈ ગયો હતો. આ સંદર્ભે વર્ષ 2014માં સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયો હતો. ધરપકડથી બચવા માટે તે 12 વર્ષથી નાસતો-ફરતો હતો અને પોલીસને થાપ આપી રહ્યો હતો. આખરે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. UPમાં મજૂરી કરી, ભરૂચ અને અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ તપાસમાં સામે આવ્યું છે કે પાસાથી બચવા માટે આરોપી સુરતથી પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો. ત્યાં તેણે પોતાની ઓળખ છુપાવવા નામ બદલી નાખ્યું હતું અને અલગ-અલગ જગ્યાએ રહેતો હતો. ત્યારબાદ તે મેરઠ જઈને મજૂરી કામ કરવા લાગ્યો હતો. થોડા સમય પછી તે ગુજરાત પરત ફર્યો અને ભરૂચના દહેજ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી શરૂ કરી દીધી હતી. છેલ્લા 6 વર્ષથી તે અમદાવાદમાં સ્થાયી થયો હતો અને હાલ થલતેજ સ્થિત જોઈન પ્રાઇમ મોલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી સામાન્ય જીવન જીવી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ પહોંચી આરોપીને દબોચ્યો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે 12 વર્ષથી વોન્ટેડ અવધબિહારી તિવારી અમદાવાદના થલતેજ ખાતે છુપાયેલો છે. માહિતીની ખરાઈ કરી ટીમે અમદાવાદ પહોંચી ઓપરેશન પાર પાડી તેને ઝડપી લીધો હતો. વર્ષ 2014થી કાયદાની આંખમાં ધૂળ નાખી ફરાર રહેલા આ આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેનો કબજો લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં પણ રેવડી! ટ્રમ્પ યુવાઓને ₹5-5 લાખ આપશે:મિડટર્મ ચૂંટણી જીતાડવાની શરત; પાકિસ્તાની અર્થતંત્ર કરતાં 3.3 ગણો ખર્ચ થશે
    Next Article
    નેશનલ હાઇવે કોરિડોર્સ પર એક હજાર EV ચાર્જિંગ સ્ટેશન બનાવશે:વડોદરાની કંપનીના ઐતિહાસિક કરાર, ઇલેક્ટ્રિક બસ અને ટ્રક માટે EV ચાર્જિંગના 1 અબજ અમેરિકી ડોલરના એનર્જી કોન્ટ્રાક્ટ્સ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment