Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ હાઇવે કોરિડોર્સ પર એક હજાર EV ચાર્જિંગ સ્ટેશન બનાવશે:વડોદરાની કંપનીના ઐતિહાસિક કરાર, ઇલેક્ટ્રિક બસ અને ટ્રક માટે EV ચાર્જિંગના 1 અબજ અમેરિકી ડોલરના એનર્જી કોન્ટ્રાક્ટ્સ મળ્યા

    7 hours ago

    નેશનલ હાઇવે કોરિડોર્સ પર ઇલેક્ટ્રિક વાહનોના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને દેશભરમાં 1,000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના છે. આ ચાર્જિંગ સ્ટેશનોના કારણે લાંબા અંતરની મુસાફરી કરતા EV વાહનચાલકોને હાઇવે પર સરળતાથી ચાર્જિંગની સુવિધા મળી રહેશે. સાથે જ આ પહેલથી EV ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી મળશે અને પેટ્રોલ-ડીઝલ વાહનોના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. વડોદરાની કંપનીએ ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ, ટ્રક અને કમર્શિયલ કાર ફ્લીટ્સ માટે EV ચાર્જિંગના લાંબા ગાળાના એનર્જી કોન્ટ્રાક્ટ્સ મેળવ્યા છે, જેની કિંમત એક અબજ અમેરિકી ડોલરથી વધુ છે. જે અંતર્ગત કંપની દેશના મુખ્ય નેશનલ હાઇવે કોરિડોર્સ પર એક હજાર નવા EV ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરશે. નવા ઈવી ચાર્જિંગ સ્ટેશનો દરરોજ 15 હજારથી વધુ EV વ્હીકલને સપોર્ટ કરશે. ચાર્જઝોનના ફાઉન્ડર અને સીઈઓ કાર્તિકેય હરિયાણીએ જણાવ્યું હતું કે, ભારતનું ઈવી ચાર્જિંગ માર્કેટ એવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે જ્યાં સ્કેલ ફક્ત કેટલા ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવ્યા છે તેનાથી નહીં, પરંતુ તેમના દ્વારા કેટલી એનર્જી વેચવામાં આવે છે અને આ એસેટ્સનો ઉપયોગ કેટલી સાતત્યપૂર્ણ રીતે થાય છે તેનાથી માપવામાં આવશે. બસ, ટ્રક અને ફ્લીટ્સમાં લાંબા ગાળાની ડિમાન્ડ કોન્ટ્રાક્ટ થવાથી અમે એનર્જી કન્ઝમ્પશન સામે નવી કેપેસિટી બનાવી શકીએ છીએ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે લાંબા ગાળાની મૂડી લાવવા માટે એક મજબૂત પાયો બને છે. ચાર્જઝોનના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર મનીષ મધોગરિયાએ જણાવ્યું હતું કે, ઈવી ચાર્જિંગ એક મૂડી-સઘન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ છે. આ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ્સ અમને ભવિષ્યની એનર્જી રેવન્યુમાં વધુ સારી દૃશ્યતા આપે છે. આ વિસ્તરણને સપોર્ટ કરવા માટે, ચાર્જઝોને વધુમાં ભારતીય બેંકો મારફતે અઢી કરોડ અમેરિકી ડોલરનું ડેટ ફાઇનાન્સિંગ મેળવ્યું છે અને 2026-2027 દરમિયાન વધારાના 10 કરોડ અમેરિકી ડોલર એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ વિસ્તરણથી 180 મેગાવોટ ચાર્જિંગ કેપેસિટી ઉમેરાશે, જેનાથી ચાર્જઝોનની સંચિત નેટવર્ક કેપેસિટી હાલના 120 મેગાવોટથી વધીને 300 મેગાવોટ થશે.
    Click here to Read More
    Previous Article
    PASA વોરંટની બજવણી ટાળવા ફરાર આરોપી અમદાવાદથી દબોચાયો:UPમાં મજૂરી, ભરૂચ-અમદાવાદમાં સિક્યોરિટી ગાર્ડ, સુરત ક્રાઇમ બ્રાન્ચે 12 વર્ષ જૂના ગુનાના ઝડપી પાડ્યો
    Next Article
    "Get Off Our Roads": Team Trump's Racist 'Mr Singh' Poster In US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment