Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરે PACS મંડળીઓ, ખાતર વિતરણનું નિરીક્ષણ કર્યું:વાંકાનેર-ટંકારામાં સ્ટોક ચકાસ્યો, લખધીરગઢમાં પાણી સમિતિની સમીક્ષા

    22 hours ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ખેડૂતોને ખાતરનું સમયસર અને સુવ્યવસ્થિત વિતરણ સુનિશ્ચિત કરવા વાંકાનેર અને ટંકારા તાલુકાની વિવિધ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, કલેક્ટરે ખાતરના ઉપલબ્ધ જથ્થા, તેની વિતરણ વ્યવસ્થા અને ખેડૂતોને મળતી સુવિધાઓ અંગે સ્થળ પર જ સમીક્ષા કરી હતી. તેમણે PACSના કોમ્પ્યુટરીકરણની કામગીરી તેમજ વિવિધ વહીવટી રેકોર્ડની પણ ચકાસણી કરી હતી અને કામગીરીને વધુ અસરકારક બનાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત, કલેક્ટરે લખધીરગઢ સેવા સહકારી મંડળીની પણ મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે મંડળીની પાણી સમિતિની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. સિંચાઈ વ્યવસ્થાના અસરકારક સંચાલન અને ખેડૂતોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે તેમણે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ પૂરા પાડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    कूनो के जंगल से न‍िकलकर गांव पहुंचा चीता, बार‍िश के बीच खेतों में घूमता हुआ द‍िखा; चहलकदमी से उत्‍साह‍ित हुए लोग
    Next Article
    વેરાવળમાં ખુનની કોશિષ, લૂંટના 6 આરોપી ઝડપાયા:પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી, કાર્યવાહી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment