Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં આફત સામે વહીવટી તંત્રની ભારે જહેમત:રાત-દિવસ જોયા વગર પૂરના પાણીમાં જનસેવા કરનાર સ્ટાફની કામગીરીને OSD શાલિની અગ્રવાલે સલામ કરી

    1 week ago

    સુરત શહેરમાં તાજેતરમાં સોમવાર અને મંગળવારે ઓચિંતા તૂટી પડેલા અતિભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી ખાડીપૂરની ગંભીર સ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રે કાબિલેદાદ કામગીરી કરી બતાવી છે. આ અભૂપૂર્વ કુદરતી આપત્તિના સમયે મનપાના નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ સ્ટાફે ગ્રાઉન્ડ ઝીરો પર રહીને પ્રશંસનીય ફરજ બજાવી હતી. રાજ્ય સરકાર દ્વારા ખાસ નિયુક્ત કરાયેલા ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અને સુરતના પૂર્વ મનપા કમિશનર શાલિની અગ્રવાલે મનપાની સમગ્ર ટીમની આ ભગીરથ મહેનતને ખુલ્લા દિલથી બિરદાવી છે. 24 કલાક અવિરત કામગીરી અને રોગચાળા સામે યુદ્ધના ધોરણે એક્શન ઓએસડી શાલિની અગ્રવાલે સફાઈ કર્મચારીઓ, ફાયર બ્રિગેડની ટીમ, હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગના એન્જિનિયરો સહિતના તમામ સ્તરના કર્મચારીઓની ફરજનિષ્ઠાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, પૂરના પ્રવાહ અને ઘૂંટણસમા પાણી વચ્ચે પણ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા, ફસાયેલા લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા અને શહેરી સુવિધાઓને પુનઃ ધમધમતી કરવા માટે મનપાની ટીમોએ દરરોજ મોડી રાત સુધી ફિલ્ડમાં રહીને 24 કલાક કામ કર્યું છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી પાણીના નિકાલ બાદ રોગચાળો ન ફેલાય તે માટે યુદ્ધના ધોરણે સફાઈ, સેનિટાઈઝેશન અને દવાનો છંટકાવ શરૂ કરાયો હતો, જેના કારણે જ સામાન્ય જનજીવન ખૂબ જ ઝડપથી પુનઃ સ્થાપિત કરી શકાયું છે. આક્રોશ વચ્ચે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, શાલિની અગ્રવાલને સોંપાયો મોરચો શરૂઆતમાં નીચાણવાળા વિસ્તારો અને ખાડી કિનારાની સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતાં સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓ સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે નહીં અને કટોકટીનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે માટે રાજ્ય સરકારે સુરતની ભૌગોલિક સ્થિતિ અને વહીવટી તંત્રનો બહોળો અનુભવ ધરાવતા પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને તાકીદની અસરથી ઓએસડી તરીકે સુરત મોકલ્યા હતા. હાઈ-લેવલ બેઠક અને મજબૂત સંકલન સુરત પહોંચતાની સાથે જ ઓએસડી શાલિની અગ્રવાલે મનપા કમિશનર, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) ના ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઈ-લેવલ બેઠક યોજી હતી. તમામ વિભાગો વચ્ચે મજબૂત સંકલન સાધીને બચાવ અને રાહત કામગીરીનો એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. તેમના સીધા માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ઝોન વાઈઝ ટીમો બનાવીને પાણીના નિકાલ માટે શક્તિશાળી ડીવોટરિંગ પંપ મૂકવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના આ મજબૂત સંકલન અને ફિલ્ડ સ્ટાફની તત્પરતાને કારણે જ સુરત શહેર પૂરના આ મોટા સંકટમાંથી ખૂબ જ ટૂંકા ગાળામાં બહાર આવી શક્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લેન્ડે ભારતને 258 રનનો ટાર્ગેટ આપ્યો:બટલરની સદી, બ્રુકે 95 રન બનાવ્યા, બંને વચ્ચે 233 રનની ભાગીદારી થઈ
    Next Article
    ડ્રેનેજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારોને 5-5 લાખ રૂ. ની સહાય:SMC કંપની દ્વારા પણ સહાય કરવા માટે તજવીજ હાથ ધરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment