Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રેનેજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારોને 5-5 લાખ રૂ. ની સહાય:SMC કંપની દ્વારા પણ સહાય કરવા માટે તજવીજ હાથ ધરાઈ

    1 week ago

    યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન બનેલી દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 2 શ્રમિકોનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ત્રીજા શ્રમિકની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈને હોસ્પિટલમાં કર્મચારીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારે હોસ્પિટલ તરફથી બંને મૃતકોના પરિવારોને પાંચ-પાંચ લાખ રૂપિયા સહાય આપવા માટેની પ્રોસેસ ચાલી રહી છે. 'પાંચ લાખ રૂપિયા સહાય ચૂકવવા માટેની પ્રોસેસ ચાલી રહી છે' યુ એન મહેતાના RMO દુષ્યંત ભટ્ટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા બંને મૃતકોના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયા સહાય ચૂકવવા માટેની પ્રોસેસ ચાલી રહી હતી. લગભગ ચૂકવી દેવામાં આવી હોઈ શકે છે. અને SMC કંપની દ્વારા પણ આ પરિવારજનોને સહાય ચૂકવવા માટે તજવીજ હાથ ધરાઈ છે. ડ્રેનેજ લાઇનમાં કામ દરમિયાન 3 ફસાયા હતા, જેમાં 2નાં મોત થયા શહેરના અસારવા વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇનમાં કામ કરતી વખતે ત્રણ શ્રમિકો અંદર પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ત્રણેયને બહાર કાઢ્યા હતા. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણમાંથી બે શ્રમિકોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે હોસ્પિટલ દ્વારા મૃતકોના પરિવારોને સહાય કરવા માટે પ્રોસેસ ચાલી રહી છે. ત્રીજા શ્રમિકની સારવાર ચાલુ આ ઘટનાને પગલે અગાઉ હોસ્પિટલના 200થી વધુ હાઉસકીપિંગ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. કર્મચારીઓએ ઘટનાની જવાબદારી નક્કી કરવા અને સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ ઉઠાવી હતી. યુ.એન. મહેતા હોસ્પિટલમાં બનેલી આ દુર્ઘટનામાં હવે બે શ્રમિકોના મોત થયા હતા. જ્યારે ત્રીજા શ્રમિકની સારવાર ચાલુ છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં આફત સામે વહીવટી તંત્રની ભારે જહેમત:રાત-દિવસ જોયા વગર પૂરના પાણીમાં જનસેવા કરનાર સ્ટાફની કામગીરીને OSD શાલિની અગ્રવાલે સલામ કરી
    Next Article
    India vs England Live Score, 5th T20: Abhishek Sharma falls; India are one down in Southampton

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment