Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડી નજીક ONGCના 6 તેલના કૂવાઓ પર તોડફોડ:અજાણ્યા શખ્સો સામે ₹1.30 લાખના નુકસાનની ફરિયાદ

    18 hours ago

    મેહસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ONGCના તેલના કૂવાઓ પર તોડફોડ અને નુકસાન પહોંચાડવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મેહસાણા ONGCમાં DGM પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા અને મૂળ ગુવાહાટીના વતની 46 વર્ષીય અભિજિત નારાયણદાસ કલિતાએ કડી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. કૂવા પરનું પેનલ બોર્ડ અને અંદરનું વાયરિંગ તોડી પાડ્યું ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી મેહસાણા ONGC ક્ષેત્ર હેઠળ આવતા તમામ કૂવાઓની દેખરેખ અને સંચાલનની જવાબદારી સંભાળે છે. ગત 13 સપ્ટેમ્બરના રોજ ચાલાસણ ગામની સીમમાં આવેલા NK618 નંબરના તેલના કૂવામાં ખામી સર્જાઈ હોવાની જાણ થતાં મેન્ટેનન્સ ટીમને તપાસ માટે સ્થળ પર મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કૂવા પરનું પેનલ બોર્ડ અને તેની અંદરનું વાયરિંગ તોડી પાડવામાં આવ્યું હતું. સાઈટો પર અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ આ બનાવ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવતા માલૂમ પડ્યું હતું કે, તાજેતરમાં 2 જુલાઈથી લઈને 13 સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન ચાલાસણ અને સૂરજ ગામની સીમમાં આવેલી ONGCની વિવિધ સાઈટો પર અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. તસ્કરો અથવા અસામાજિક તત્વોએ વેલ નંબર NK397, NK400, NK362, NK53, NK619 અને NK618 પર લગાવાયેલા નાના-મોટા મશીનો, બેલ્ટ, પેનલ બોર્ડ, પેનલ બોર્ડના દરવાજા, મોટર કુલી તેમજ વાયરિંગ વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો અજાણ્યા શખ્સો દ્વારા ONGCની સરકારી મિલકતો અને મશીનરીને તોડીને અંદાજે રૂ. 1,30,000નું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે કડી પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    GMDCની વાઇબ્રન્ટ નવરાત્રિમાં ફ્રી એન્ટ્રી બંધ, કમાણીનો ધંધો શરૂ:માતાજીની આરાધનાના પૈસા વસૂલશે, બુકમાય શો પર બુકિંગ શરૂ, 23 વર્ષમાં પહેલીવાર ગરીબોના ખિસ્સા ખાલી થશે
    Next Article
    Cop Shot Dead By Teen Son Had Told Him To Wait Till 21 To Marry Lover

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment