Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા ONGC ખાતે વિજયાદશમીની ભવ્ય ઉજવણી:40 ફૂટના રાવણ સહિત મેઘનાદ અને કુંભકર્ણના 20-20 ફૂટના પૂતળાંનું દહન

    14 hours ago

    ​મહેસાણા સ્થિત ONGC પરિસરમાં વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે પણ પરંપરાગત રીતે અધર્મ પર ધર્મના વિજયના પ્રતિકરૂપે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. આ નયનરમ્ય અને ઉત્સાહવર્ધક કાર્યક્રમને જોવા માટે ONGC કેમ્પસ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાવણનું 40 ફૂટનું, મેઘનાદ-કુંભકર્ણના 20 ફૂટના પૂતળાનું દહન ​આ વર્ષે રાવણ દહન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. મથુરાથી આવેલા અતિ કુશળ કારીગરોએ સતત 15 દિવસ સુધી પરિશ્રમ કરીને આકર્ષક પૂતળાં તૈયાર કર્યા હતા. જેમાં રાવણનું 40 ફૂટ ઊંચું વિશાળ પૂતળું બનાવવામાં આવ્યું હતું, જ્યારે મેઘનાદ અને કુંભકર્ણના 20-20 ફૂટના પૂતળાં તૈયાર કરવામાં આવ્યા હતા. રામાયણ આધારિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ​રાવણ દહનના મુખ્ય કાર્યક્રમ પહેલાં રામાયણના વિવિધ પ્રસંગો પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કલાકારો દ્વારા રામાયણના પાત્રોનું જીવંત અને આબેહૂબ મંચન કરવામાં આવ્યું હતું, જેણે ત્યાં ઉપસ્થિત તમામ જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રામાયણના કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ આતશબાજી વચ્ચે શ્રીરામના જયઘોષ સાથે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. ​સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓ અને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ONGC ખાતે યોજાયેલું આ રાવણ દહન સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આ વિજયોત્સવની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં BNS ગ્રુપ દ્વારા પહેલીવાર રાવણ દહન કાર્યક્રમ યોજાયો:દશેરા પર્વે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા
    Next Article
    "Will Have To Defeat Them": PM Modi's Dussehra Call To Fight India's "Enemies"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment