Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સગીરાની છેડતી:શારીરિક અડપલાં કરનાર યુવાન વિરૂદ્ધ પોક્સો, BNS હેઠળ ગુનો દાખલ, તપાસ શરૂ

    2 days ago

    પાટણ શહેરમાં એક સગીરાની છેડતી કરવા બદલ યુવાન સામે ગુનો નોંધાયો છે. પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં શાંતિનાથ સોસાયટી, હાંસાપુર રોડ, પાટણ નિવાસી દેવજી રાવળ નામના યુવાન સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી 17 વર્ષીય સગીરાનો અવારનવાર પીછો કરીને તેને હેરાન કરતો હતો. ઘટના 18 જૂન, 2026ના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા દરમિયાન બની હતી. પાટણમાં એક ફ્લેટના ત્રીજા માળે આરોપીએ સગીરા પર શારીરિક અડપલાં કર્યા હતા. ભોગ બનનાર સગીરાના પરિવારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી દેવજી રાવળ વિરુદ્ધ BNS કલમ 75(2), 78(2) તથા પોક્સો એક્ટ કલમ 11(4) અને 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વાસી શાકભાજી, મંચુરીયન દાઝીયું તેલ મળી આવ્યું !:રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા દ્વારા પ્રથમવાર બે પેઢીને સીલ કરાઈ, 387 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી કુલ રૂ. 84,400નો દંડ વસુલાયો, 6 શંકાસ્પદ નમુના લેવાયા
    Next Article
    Ratings Pressure, Israel Rift: Why Trump Signed 'Unequal' Iran Peace Deal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment